શોધખોળ કરો
SBIએ વિજય માલ્યા સહિત 63 ડિફોલ્ટરોની 7000 કરોડની લોન માફ કરી
1/6

આ અંગે કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલ્યા તથા અન્યોની રૂપિયા 7,000 કરોડની લોન માફ કરી નથી. આ કેસોમાં તપાસ હજી ચાલુ છે. રીટન ઓફનો અર્થ વેઈવર (લોન માફી) ગણવો નહીં. બૂક્સમાં એન્ટ્રીમાં જે ફેરફાર કરાયો છે એમાં તે પરફોર્મિંગ એસેટ્સમાંથી નોન-પરફોર્મિંગ એસેટ્સ બની ગઈ છે. આનો અર્થ લોન હવે રહી જ નથી એવો ન થાય. રાઈટ-ઓફ્ફનો અર્થ લોન માફી ન થાય. લોન હજી યથાવત્ છે.
2/6

30 જૂન 2016 સુધીમાં એસબીઆઈ 48 હજાર કરોડ રૂપિયાની બેડ લોન માફ કરી ચૂકી છે. જોકે આ લોન માફી ક્યારે કરવામાં આવી તેની કોઇ તારીખ એસબીઆઈએ આપી નથી. ભારતની સૌથી મોટી બેંકે આ તમામ દેવું ટોકસિક લોન ટેગ કરી દીધું છે. એડવાન્સ અંડર કલેક્શન એકાઉન્ટ-એયુસીએ- હેઠળ ટોક્સિક લોનનો મતલબ વહીખાતામાંથી હટાવી દેવાનો થાય છે. જેનો અર્થ એ છે કે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન સહિતના 63 દેવાદારનું લહેણું બેંકની બેલેન્સશિટમાંથી હટાવી દેવામાં આવશે. જોકે બેંક આ દેવાદારો પાસેથી દેવું વસૂલવાની કોશિશ બંધ નહીં કરે.
Published at : 17 Nov 2016 08:28 AM (IST)
View More





















