નવી દિલ્હીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની સ્પેશિયલ કાર સ્કોર્પિયોના નવા વેરિયન્ટ S9ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કારની એક્સ શો રૂમ કિંમત 13.99 લાખ રૂપિયા રાખી છે. સ્કોર્પિયો એસ 9નું આ વર્ઝન એસ 11ની તુલનામાં 1.40 લાખ રૂપિયા સસ્તું હશે.
2/5
મહિન્દ્રાની આ એસયુવીમાં આગળની લાઈનમાં ડ્રાઇવર સહિત 2 લોકો બેસી શકે છે. બીજી લાઇનમાં ત્રણ લોકો અને પાછળની સાઈડમાં બે લોકો મળી કુલ સાત લોકો બેસી શકે છે.
3/5
મહિન્દ્રાની આ એસયુવી હ્યુન્ડાઈ ક્રેટા, ઈનોવા ક્રિસ્ટાને ટક્કર આપશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.
4/5
કારના ઈન્ટિરિયરની વાક કરવામાં આવે તો ઓટોમેટિક ટેમ્પરેચર કન્ટ્રોલ, 15 સેન્ટીમીટિરની GPS નેવીગેશન સાથે ટચસ્ક્રીન, એલઈડી લાઇટ, ઓઆરવીએમ ઈન્ડીકેટર, ફોગ લેમ્પ, હાઇડ્રોલિક બોનેટ આપવામાં આવ્યું છે.
5/5
અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો ડ્યૂલ એરબેગ્સ, એબીએસ, કોર્નરિંગ પ્રોજેક્ટર હેડલેમ્પ, 5.9 ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ સામેલ છે.