જો કે, જૂના મોડલની તુલનામાં ટેકનીકલી રીતે આ નવી બાઇકમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકો માટે બ્લેક અને ગ્રીન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. આ બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કીમત 9.99 લાખ રૂપિયા છે.
2/6
આ બાઇકમાં 19 લીટર ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. દેશમાં કાવાસાકી ડીલરશિપ પર તેની બુકિંગ શરૂ કરી દીધી છે, માર્કેટમાં આ બાઈકની ટક્કર BMW S 1000 R, Suzuki GSX S1000 અને Ducati SuperSport સાથે રહશે.
3/6
Ninja 1000 માં 1043cc ઇન-લાઇન, ચાર સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 140bhp પાવર અને 111Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.તેનાથી ટ્રાંસમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સથી જોડવામાં આવી છે.
4/6
આ બાઇકમાં ABS અને થ્રી સ્ટેજ ટ્રેક્શન કંટ્રોલ આપવામાં આવ્યું છે. બીજા ફીચર્સની વાત કરીએ તો તેમા ડ્યૂઅલ એલઈડી હેડલેપ્મ, ચિન સ્પોયલર અને સ્લિપર ક્લચ છે. બાઇકની વજન 239 કિલો છે.
5/6
Kawasaki Ninja 1000 બાઇકને સેમી નોક્ડ-ડાઉન યૂનિટ(SKD) ઇન્પોર્ટ કરવામાં આવે છે અને પૂણે સ્થિત પ્લાન્ટમાં અસેમ્બલ કરવામાં આવે છે.
6/6
નવી દિલ્હી: ઇન્ડિયા કાવાસાકી મોટર્સે 2019 Kawasaki Ninja 1000 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ નવી બાઇકની કીમતમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરીને લોન્ચ કરવામાં આવી છે.