મીડિયા રિપોર્ટસનું માનીએ તો હીરોની નેક્સ્ટ જનરેશન કરિઝ્મા પર કામ ચાલી રહ્યું છે. તેને ડેવલપ કરવામાં કંપનીને લગભગ બે વર્ષનો સમય લાગશે અને આ વર્ષે 2020માં ઓટો એક્સ્પોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. નેક્સ્ટ જનરેશન કરિઝ્મા સંપૂર્ણ નવી ડિઝાઈન, એડવાન્સ ટેકનોલોજી અને વધુ પાવરફુલ એન્જિનની સાથે આવશે.
2/4
હીરો કરિઝ્મા ZMRમાં 223સીસી સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ વખતે કંપનીએ તેમાં ફ્લૂઅલ ટેકનોલોજી આપી છે. આ ટેકનોલોજીની સાથે તે એન્જિન 20 બીએચપીના પાવરની સાથે 19.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બાઈકની ટોપ સ્પીડ 129 કિલોમીટર પર કલાક છે.
3/4
સ્થાનિક બજારમાં આ બાઈકનું વેચાણ ભલે જ બંધ કરી દેવાયું હોય, પરંતુ કંપની તેને કેટલાક દેશોમાં નિકાસ કરવા માટે બનાવી રહી હતી. હીરોની વેબસાઈટ મુજબ, કરિઝ્મા ZMRની કિંમત 1.08 લાખથી 1.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. ઓટો એક્સ્પો 2018 દરમિયાન હીરો કરિઝ્માને કેટલાક ફેરફાર સાથે રજૂ કરવામાં આવી હતી.
4/4
નવી દિલ્હીઃ દેશમાં 200 સીસી મોટરસાઈકલ સેગમેન્ટમાં સૌથી સારા વેચાણના આંકડા મેળવનારી બાઈક હીરો કરિઝ્મા એક સમયે ખૂબ જ પોપ્યુલર બાઈક હતી. કંપની આ બાઈકને વર્ષ 2003માં લોન્ચ કરી હતી અને 14 વર્ષના ગાળામાં અનેક વખત અપગ્રેડ પણ કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય સુધી સફળ રહ્યા બાદ આ બાઈકને ટક્કરમાં કંપનીએ સારી ટેક્નોલોજી અને પાવરફુલ એન્જિનવાળી બાઈક્સ ઉતારી જેના કારણે તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો અને અંતે કંપનીએ કરિઝ્માને 2016ની શરૂઆતમાં બંધ કરી દીધી. જોકે હવે અચાકન જ હીરોએ આ બાઈકનું વેચાણ ફરી શરૂ કર્યું છે. વિતેલા મહિને કંપનીઆ તેના 12 યુનિટ્સ ડિલિવર કર્યા છે.