નિસાનની આ કારની બોડી ગ્રેવિટી ફિલિક એનર્જી એબ્ઝોર્પ્શન બોડી સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી તે ભારતીય સડકો પર સરળતાથી દોડી શકશે અને સુરક્ષિત પણ રહેશે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ઈબીડીની સાથે એબીએસ તથા સીટબેલ્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી શકે છે. આ ઉપરાંત વધારે સ્પેસવાળું કેબિન તથા કનેક્ટિવિટી માટે અનેક ફીચર્સ આપવામાં આવશે.
2/7
માર્કેટમાં લોન્ચ થયા બાદ આ એસયુવીનો મુકાબલો મારુતિ સુઝુકી S-Cross, હ્યુન્ડાઇ Creta અને રેનો કેપ્ચર સાથે થશે. આ કારના ઈન્ડિયા વર્ઝનને નવા નિસાન ડિઝાઇન સેન્ટરે તૈયાર કરી છે. કંપનીના કહેવા મુજબ અનેક ઈનપુટ ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
3/7
ઈન્ડિયન વર્ઝનમાં યુરોપિયન વર્ઝનની તુલનામાં નવી સ્ટાઇલિંગ, નવા ફીચર્સ, નવા ડાયમેંશન અને નવું પ્લેટફોર્મ જોવા મળશે. આ SUVનું ઈન્ડિયન વર્ઝન ટેરેનોના B0 પ્લેટફોર્મ પર આધારિત હશે.
4/7
Nissan Kicksને ભારતીય માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ એસયુવીમાં 1.6 લીટર ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. જે 103 bhpનો પાવર જનરેટ કરશે.
5/7
6/7
7/7
નવી દિલ્હીઃ નિસાન ઈન્ડિયાએ આગામી વર્ષે લોન્ચ થનારી સબકોમ્પેક્ટ SUV Kicksનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. આ કારનું પ્રોડક્શન ચેન્નાઈ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. આ વર્ઝન યુરોપિયન મોડલની તુલનામાં ઘણું અલગ હશે.