શોધખોળ કરો
સરકારી બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરશે સરકાર, SBI જેવી હશે 3-4 વૈશ્વિક સ્તરની બેંક
1/4

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજનના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં કેટલીક મોટી બેન્કો, કેટલીક નાની બેન્કો, કેટલીક સ્થાનિક બેન્કો અને ચોથી અન્ય બેન્કો રહેશે. પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયા જેવી મોટી બેન્કો વિલીનીકરણ માટે સંભવિત બેન્કોની શોધખોળ કરી શકે છે. જોકે મર્જર માટે રિજનલ બેલેન્સ, ભૌગોલિક સ્થિતિ, નાણાકીય ભારણ અને કર્મચારીઓ સરળ રીતે ભળી જાય એવી બેન્કોને વિલય કરવા માટે નિર્ણય લેવામાં આવશે.
2/4

વિતેલા મહિને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોના મર્જરની દિશામાં સક્રિયતાથી કામ કરી રહી છે પરંતુ તેમણે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું હતું કે, આ મૂલ્ય સાથે જોડાયેલ સંવેદનશીલ સૂચના છે. એસબીઆઈના સફળ મર્જરથી ઉત્સાહિત નાણાં મંત્રાલય ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી સાર્વજનિક ક્ષેત્રની બેન્કિંગમાં એવા અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આશા છે કે, ફસાયેલ લોનની સ્થિતિ ત્યાં સુધીમાં નિયંત્રણમાં આવી જશે.
Published at : 18 Jul 2017 07:22 AM (IST)
View More























