શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તોળાતો ભાવ વધારો, તહેવારની સિઝનમાં લોકો ઉપર વધુ બોજ આવી શકે છે, જાણો શું છે કારણ
1/5

ભારત તેના કુલ ઉપયોગ પૈકી આશરે ૮૦ ટકા તેલની આયાત કરે છે. આવી સ્થિતીમાં જો ક્રુડની કિંમત ૬૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે તો પેટ્રોલ, ડીઝલની સાથે સાથે એલપીજી પર સીધી અને માઠી અસર થશે. હકીકતમાં છેલ્લા બે મોનસુન નબળા રહેવાના કારણે ભારતીય અર્થતંત્ર પર અસર થઇ હતી. બીજી બાજુ વૈશ્વિક ક્રુડની કિંમત ઓછી હોવાના કારણે છેલ્લા બે વર્ષમાં મોનસુનની સ્થિતી નબળી હોવા છતાં તેની અસર જોવા મળી ન હતી. પરંતુ હવે કિંમતો વધવાથી તેની સીધી અસર અર્થતંત્ર પર થઇ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયના કહેવા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત દ્વારા કુલ ૨૦.૨૧ કરોડ ટન ક્રુડની આયાત કરવામાં આવી હતી. જેના માટે ૪૧૮૯૩૧ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. આ એ વખતની સ્થિતી છે જ્યારે ક્રુડની કિંમત ઓછી હતી.
2/5

હાલમાં સહમતી થયા બાદ ઓપેક દેશોનુ તેલ ઉત્પાદન સાત લાખ બેરલ પ્રતિદિનથી ઘટી શકે છે. હાલમાં દરરોજ ૩.૩૬ કરોડ બેરલ સુધી તેલનુ ઉત્પાદન કરવામાં આવે છે. મર્યાદિત ક્રુડ ઉત્પાદનને લઇને સહમતી ભારત માટે બિલકુલ સારા સંકેત તરીકે નથી. આવુ પ્રથમ વખત બન્યુ છે જ્યારે ઇરાન સાઉદી અને વેનેઝુએલા ઉત્પાદનને લઇને સહમત થયા છે. મર્યાદા પર સહમતી બની જતા શનિવારના દિવસે મળનારી સમીક્ષા બેઠકમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. નવેમ્બર મહિનામાં ઓપેક દેશોની મહત્વપૂર્ણ બેઠક મળનાર છે.
Published at : 15 Oct 2016 07:42 AM (IST)
View More





















