શોધખોળ કરો
ખુશખબરઃ પીએફ ઉપાડ પર હવે એમ્પ્લોયરની મંજૂરી જરૂરી રહેશે નહીં
1/4

નવી દિલ્હીઃ પીએફ ઉપાડ ઉપર હવે એમ્પ્લોયરની મંજુરીની જરૂર રહેશે નહીં. આનાથી કર્મચારીઓને સીધો ફાયદો થઇ શકે છે. એવા કર્મચારી જે પીએફની રકમ ઉપાડી ચુક્યા છે તે જાણે છે કે, આ પ્રક્રિયા કેટલી જટિલ હોય છે. તેનું કારણ એ છે કે, આના માટે આપને એમ્પ્લોયર પાસેથી ટ્રાન્સફર અથવા તો ઉપાડ માટે ફોર્મ ઉપર મંજુરી લેવાની જરૂર પડે છે. આ પ્રક્રિયા ખુબ જ લાંબી હોય છે.
2/4

એમ્પ્લોઇલક્ષી હોતી નથી પરંતુ હવે સ્થિતિ બદલી શકે છે. કારણ કે એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ એવા લોકો માટે નવા ફોર્મ જારી કરવામાં આવ્યા છે જેમની પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. આ ફોર્મ ઉપર આપને એમ્પ્લોયર પાસેથી પ્રમાણપત્ર અથવા તો મંજુરીની જરૂર રહેશે નહીં. યુએએન આધારિત ફોર્મ ૧૯નો ઉપયોગ કરવો પડશે. આના પર કર્મચારીને માલિક પાસેથી હસ્તાક્ષર કરવાની જરૂર પડશે નહીં.
Published at : 06 Oct 2016 11:08 AM (IST)
View More





















