શોધખોળ કરો
RBIની બેઠક પહેલા દેશની ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો વધારો, મોંઘી થશે લોન
1/4

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે રિઝર્વ બેંકની નાણાંકી નીતિમાં ફેરફાર કર્યા બાદ વ્યાજ દરની સમીક્ષા બેંકો કરતી હોય છે. જોકે, અહીં સતત ત્રીજી વખત મોનેટરી પોલિસી પહેલા જ બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકની એમપીસીની મીટિંગ શુક્રવાર, 5 ઓક્ટોબરે મળવાની છે. કહેવાય છે કે, આ વખતે પણ વ્યાજ દરમાં વધારાની જાહેરાત થઈ શકે છે.
2/4

શનિવારે પીએનબીએ શોર્ટ ટર્મ લોન માટે એમસીએલઆર રેટ 0.2 ટકા વધાર્યો છે. દેશની સૌથી મોટી હોમ લોન કંપની એચડીએફસીએ પણ રિટેલ પ્રાઈસ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં તાત્કાલીક અસરથી 0.1 ટકાનો વધારો કર્યો છે. અલગ અલગ સ્લેબની લોનના નવા દર 8.8થી લઈને 9.05 ટકાની વચ્ચે હશે.
Published at : 02 Oct 2018 02:24 PM (IST)
View More





















