શોધખોળ કરો
હવે સોશિયલ મીડિયાપોસ્ટ્સનો પણ થશે વીમો, જાણકારી લીક થવા પર મળશે વળતર
1/5

ભારતમાં સાયબર વીમાનું બજાર અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું છે. આ રકમ બજારના 7-10 ટકા હિસ્સાને કવર કરે છે. દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકા બાદ ભારત ઇન્ટરનેટનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.
2/5

વ્યક્તિગત સાયબર ઇન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત ફિશિંગ, આઈડેન્ટિટી થેફ્ટ, સાયબર સ્ટોકિંગ, શોષણ અને બેંક એકાઉન્ટ્સના હેકિંગને કવર કરવામાં આવશે. હાલમાં સાયબર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ મોટેભાગે આઈટી ફર્મ, બેન્કો, ઈકોમર્સ અને ફાર્માસ્યટિકલ્સ કંપનીઓને વેચવામાં આવે છે. તે અંતર્ગત કોર્પોરેટ્સને પ્રાઈવેસી અને ડેટા બ્રીચ, નેટવર્ક સિક્યોરિટી દાવા અને મીડિયા દેણદારીને કવર મળે છે. વીમા કંપનીઓ કોર્પોરેટ્સ દ્વારા સાયબર કવર લેવામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતમાં આવી પ્રોડક્ટ વિતેલા ત્રણ વર્ષથી ચલણમાં છે અને ઉદ્યોગના અંદાજ અનુસાર આવી અંદાજે 500 સક્રિય પોલિસી લેવામાં આવી છે.
Published at : 17 Oct 2016 02:55 PM (IST)
Tags :
Social MediaView More





















