નવા નિયમ અનુસાર 100 ફ્રી ટૂ એર ચેનલ માટે અંદાજે 130 રૂપિયા આપવા પડશે. લોકલ કેબલ ઓપરેટર્સ, DTH અને બ્રોડકાસ્ટર્સ પર નિયમો લાગુ પડશે. નવા ફ્રેમવર્કનો ભંગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી થશે. 29 ડિસેમ્બરથી દેશભરમાં આ નિયમો લાગુ થશે.
2/4
નવી દિલ્હીઃ ટીવી જોવાના શોખીનો માટે ખુશખબર છે. હવે કેબલ અને ડીટીએચનો ઉપયોગ કરનાર ગ્રાહકોને સસ્તામાં સર્વિસ મળશે અને મનપસંદ ચેનલ્સ જોવા માટે અલગથી ખર્ચ નહીં કરવો પડે. હવે જેટલી ચેનલ્સ જોશો, એટલા જ રૂપિયા ચૂકવવા પડશે.
3/4
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા છે. નવા નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થશે.
4/4
નવા નિયમ અનુસાર, ગ્રાહકોને કોઈ ચેનલ જબરજસ્તી બતાવવામાં આવશે નહીં. જે ચેનલ ગ્રાહક જોવા માંગશે તેના જ પૈસા આપવાના રહેશે. નવા રેગ્યુલેશનથી ગ્રાહકોના હિતોની રક્ષા થશે. દરેક ચેનલ માટે નક્કી એમઆરપી (મેક્સિમમ રિટેલ પ્રાઇસ) ઇલેક્ટ્રોનિક યુઝર ગાઇડમાં આપવી પડશે. આથી ચેનલ માટે વધારાના પૈસા વસુલી શકાશે નહીં.