હ્યુન્ડાઈની એસયુવી Tucson પર પ 30,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકાય છે. તેમાં ફ્રી ઈન્શ્યોરન્સ, સ્પેશિયલ એક્સચેન્જ બોનસ સામેલ છે. આ ઓફર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ માટે છે.
2/7
હ્યુન્ડાઈની સેડાન કાર વર્ના પર 50,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ ઓફર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં મળે છે.
3/7
હ્યુન્ડાઈની હેચબેક કાર એલાઇટ આઈ20 અને આઈ20 એક્ટિવ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ માટે છે.
4/7
હ્યુન્ડાઈની સેડાન કાર એક્સેન્ટ પર 90,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. આ ઓફર કારના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ પર છે.
5/7
હ્યુન્ડાઈની ગ્રાન્ડ 10i ના પેટ્રોલ વેરિયન્ટ પર 75,000 રૂપિયા અને ડીઝલ વેરિયન્ટ પર 85,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમાં પણ અલગ-અલગ ઓફર્સ સામેલ છે.
6/7
હ્યુન્ડાઇની એન્ટ્રી લેવલ હેચબેક કાર ઇઓન પર 65,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. તેમાં અલગ અલગ ઓફર્સ સામેલ છે.
7/7
નવી દિલ્હીઃ વર્ષ 2018ને પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જો તમે નવી કાર ખરીદવા માટે વધારે રૂપિયા ન ખર્ચવા માંગતા હો તો કાર ખરીદવાનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. નવા મોડલ્સ માટે માર્કેટમાં જગ્યા બનાવી શકાય તે માટે કાર કંપનીઓ અનેક પ્રકારની ઓફર્સ આપી રહી છે. જાન્યુઆરીથી કારની કિંમતમાં વધારો કરનારી હ્યુન્ડાઇ કંપની હાલ કાર પર 90,0000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.