સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ બદલવા માટે 31 ડિસેમ્બર આપવામાં આવી છે. ત્યાર બાદ બેંક મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડ બ્લોક કરી દેશે. ગ્રાહકોને મેગ્નેટિકની જગ્યાએ ચીપવાળા કાર્ડ બદલવા માટે કોઈ ચાર્જ આપવો પડશે નહીં.
2/4
આરબીઆઈનું કહેવું છે કે, મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડની ટેક્નોલોજી જુની છે અને આવા કાર્ડ બનાવવાનું બંધ થઈ ગયું છે. આ કાર્ડ પુરી રીતે સુરક્ષિત પણ નથી. જેનાથી જ તે બંધ કરવામાં આવી રહ્યા છે. હાલમાં દેશમાં 3.90 કરોડ એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને 9.40 કરોડ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ છે.
3/4
હાલમાં કાર્ડ બે પ્રકારના આવે છે. એક પ્રકારના કાર્ડમાં પાછળની તરફ મેગ્નેટિક સ્ટ્રાઈપ હોય છે. અન્ય પ્રકારના કાર્ડમાં ચીપ લાગેલી હોય છે. આરબીઆઈના આદેશ પ્રમાણે મેગ્નેટિક કાર્ડને હવે ચીપવાળા કાર્ડથી રિપ્લેસ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ માટે ડિસેમ્બર 2018ની ડેડલાઈન આપવામાં આવી છે. ત્યાર બાદ બેંકો મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડ બંધ કરી દેશે.
4/4
કરોડો ગ્રાહકોને કેમ બદલાવવા પડશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ? જાણો કારણ