લિસ્ટર એલએફપીને લિસ્ટર એલએફટી-666 કૂપનેની સફળતા બાદ લાવવામાં આવી રહ્યું છે. આ કારની કિંમત 1.30 કરોડ રૂપિયા આસપાસ હોઈ શકે છે.
2/4
અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં 670bHPનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એસયુવીમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી કારનું વજન ઓછું કરવામાં મદદ મળે છે.
3/4
લંડનઃ વિશ્વની સૌથી ઝડપી દોડતી SUV લોન્ચ થવાની છે. બ્રિટનની સૌથી જૂની રેસિંગ કાર કંપનીઓ પૈકીની એક લિસ્ટર આ નવી એસયુવી Lister LFPને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ દાવો કર્યો છે કે SUV માત્ર 3.5 સેકન્ડમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લશે. આ કારની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
4/4
જો કંપનીનો દાવો સાચો માનવામાં આવે તો એલએફપી લેમ્બોર્ગિની ઉર્સ અને બેંટલે બેટાયગાથી ફાસ્ટ હશે. લેમ્બોર્ગિની ઉર્સમાં 4.0 લીટર વી8 ટ્રવાઇન ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે.