શોધખોળ કરો

EDના અધિકારીની ઓળખ આપી એસ્ટ્રોલોજિસ્ટ  સાથે છેતરપીંડિ, જાણો કઈ રીતે 1.5 કરોડ રુપિયા ખંખેરી લીધા

અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ED (Enforcement Directorate)ના ડિરેક્ટર તરીકે આપી કરોડો રુપિયાની  છેતરપિંડી કરી છે.

અમદાવાદ : અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ED (Enforcement Directorate)ના ડિરેક્ટર તરીકે આપી કરોડો રુપિયાની  છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસમાં ફરિયાદ  નોંધાઈ છે. થલતેજ વિસ્તારમાં રહેતા એક  મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ  આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિએ પોતાની ઓળખ EDના ડિરેક્ટર તરીકે આપી હતી. આ વ્યક્તિએ તેમના ઉપરી અધિકારી  અને ક્લાયન્ટ્સને ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટ્સ આપવાનો વાયદો આપ્યો હતો અને પછી રુપિયા 1.5 કરોડની છેતરપિંડી કરી હતી. હાલ તો સેટેલાઈટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

EDમાં ડિરેક્ટર હોવાનું કહ્યું 

અમદાવાદ શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરે છે. જ્યાં જ્યોતિષ અને પૂજા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમના એમ્પ્લોયર રવિ રાવ બોપલ વિસ્તારમાં રહે છે. ગયા માર્ચ મહિનામાં રવિ રાવ પોતાના ઘર માટે પેઈંગ ગેસ્ટ શોધી રહ્યા હતા. એ સમયે તેઓએ રિયલ્ટર્સનો સંપર્ક કર્યો હતો. ગઈ ત્રીજી માર્ચના રોજ એક રિયલ્ટરે તેમનો સંપર્ક કર્યો હતો અને ઓમવીર સિંહ નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન ઓમવીર સિંહે એવું કહ્યું હતું કે, તેઓ IRS માં અધિકારી છે અને  EDમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવવાનો વાયદો કર્યો

બાદમાં ઓમવીર સિંહે એક વિઝીટિંગ કાર્ડ પણ આપ્યું હતું. ઓમવીર સિંહને રવિ રાવનું મકાન પસંદ આવ્યું હતું અને તેમણે આ મકાનના ભાડા પેટે રુપિયા બે લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું. ઓમવીર સિંહે રવિ રાવને એવું કહ્યું હતું કે સરકારમાં તેમની કેટલીક લિંક્સ છે અને તેઓ સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવી શકે છે. આ દરમિયાન રવિ રાવના પ્રદીપ ઝા નામના ક્લાયન્ટે રસ દાખવ્યો હતો. જે બાદ રાવે ઓમવીર સિંહનો સંપર્ક કર્યો હતો.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી

ઓમવીર સિંહે  રવિ રાવને કહ્યું હતું કે, સરકારી કોન્ટ્રાક્ટ માટે 1.5 કરોડ રુપિયા લેવામાં આવે છે. બાદમાં આ રુપિયાની ચૂકવણી કરી  દેવામાં આવી હતી. એ પછી ત્રણ મહિના સુધી આ મકાનમાં રહ્યા બાદ ઓમવીર સિંહે ભાડાનું મકાન ખાલી કરી નાખ્યું હતું. જ્યારે રવિ રાવે  સરકારી કોન્ટ્રાક્ટ માટે પૂછ્યું હતું. ત્યારે ઓમવીર સિંહે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં તેણે સંપર્ક પણ તોડી નાખ્યા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ  સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પણ આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.  

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget