Crime News: રાજકોટમાં લાકડા વીણવા ગયેલી 13 વર્ષની કિશોરીની હત્યા, ફોરેન્સિક રિપોર્ટમાં થયો રૂવાડા ઉભા કરી દે તેવો ખુલાસો
Crime News: રાજકોટના આજી ડેમ વિસ્તાર આવેલા અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં 13 વર્ષની દીકરી મુન્ની બેન લખનભાઈ પરમાર લાકડા વીણવા માટે ગઈ હતી. ગત તારીખ 27ના રોજ આ દીકરી ગુમ થતા તેના પરિવારજનોએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
Crime News: રાજકોટના આજી ડેમ વિસ્તાર આવેલા અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં 13 વર્ષની દીકરી મુન્ની બેન લખનભાઈ પરમાર લાકડા વીણવા માટે ગઈ હતી. ગત તારીખ 27ના રોજ આ દીકરી ગુમ થતા તેના પરિવારજનોએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ કરી હતી પરંતુ ગઈકાલે આ વિસ્તારમાં જ આવેલા અમૂલ નામના બંધ કારખાનામાંથી દીકરીને લાશ મળી આવી હતી. બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને રાજકોટ પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે.આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું આ સમયે સરાણીયા સમાજના લોકો ઉમટી પડ્યા હતો. દીકરીના પરિવારજનો એક ન્યાયની માંગણી કરી હતી.
તો બીજી તરફ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં તરુણીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયા જેવી અણીદાર વસ્તુ ઘુસાડી ઈજા પહોંચાડવામાં આવી હતી. તરુણીનું મોત હેડ ઈંજરીના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. તરુણી સાથે દુષ્કર્મ થયું કે કેમ તે અંગે હજુ પણ તથ્ય સામે આવવાનું બાકી છે.
બનાવ બનતાની સાથે જ રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડ પણ ઘટના સ્થળે ગઈકાલે પહોંચ્યા હતા. તાત્કાલિક તેમને ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાથે વાતચીત કરી હતી પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ પોલીસ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સીટની રચના પણ કરવામાં આવી હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ આજે સિવિલ હોસ્પિટલ ખાતે પણ પરિવારની સાથે રહ્યા હતા અને તેમને ગૃહરાજ્યમંત્રી સાથે પણ આ ઘટનાને લઈને વાત કરી હતી. ઉદય કાનગડએ જણાવ્યું હતું કે દિકરીને ન્યાય મળે તેવા અમારા પ્રયાસો.
રાજકોટ સહિતની અલગ અલગ ટીમો દ્વારા તપાસમાં ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં સીસીટીવી ન હોવાના કારણે પોલીસ માટે પણ કેસ ઉકેલવો ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના કારણે પણ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. 13 વર્ષની દીકરીને હત્યાને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ માટે પણ આ કેસ પડકારરૂપ છે, અવરું જગ્યા હોવાના કારણે અહીં સીસીટીવી ફૂટેજ પણ નથી.