શોધખોળ કરો

Kheda : એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા

Kheda News : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે.

Kapadvanj, Kheda : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે. ખેડાના કપડવંજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. 

કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે અવસાન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પાડોશમાં રહેતા ભરત મકવાણા, તેની પત્ની જયશ્રી મકવાણા  દિકરો આકાશ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2021ના વર્ષમાં ભરત મકવાણાનો દિકરો આકાશ પાડોશી હંસાબેન પટેલની દિકરી મિત્તલ સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. આ અંગે દિકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો કરવા જતાં ઝઘડો થયો હતો. તે સમયે ભરત મકવાણા અને તેની  પત્નીએ કહેલ કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યા પરણાવશો તો તેને ચેનથી જીવવા નય દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે આ અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયુ હતુ, અને તે સમયે આકાશે કહેલ કે હવે પછી હેરાન નહી કરૂ. પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ, અને તેના માતા-પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ.

દીકરીને તેની માતા હંસાબેન પટેલે ચાંદખેડા તેની માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરત મકવાણા  અને તેની  પત્નીએ ઝઘડો કર્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું અને 7 મેના રોજ સવારે માતા તેના ભાઈનું  સર્ટી લેવા માટે શાળાએ ગઈ તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરત મકવાણા, ભરત અંબાલાલ મકવાણા, જયશ્રી ભરત મકવાણા અને નિલેષ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટ રાઠોડ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget