શોધખોળ કરો

CRIME NEWS: જામનગરમાં 4 વર્ષની બાળકી સાથે નેપાળી યુવકે કર્યા અડપલા, પોલીસે પોક્સો હેઠળ કરી કાર્યવાહી

CRIME NEWS: જામનગરમાં ચાર વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ચાર વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરનાર આરોપી નેપાળનો રહેવાસી હોવાની વાત સામે આવી છે.

CRIME NEWS: જામનગરમાં ચાર વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ચાર વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરનાર આરોપી નેપાળનો રહેવાસી હોવાની વાત સામે આવી છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપી સામે પોકસો સહિતની કલમ હેઠળ સીટીસી ડિવિઝન  પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નાની બાળકી પર જાતિય હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સજન નામના નેપાળી શખ્સની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેંગલુરૂમાં ટોચના બિઝનેસમેને કર્યો આપઘાત

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ગોળી મારીને આત્મહત્યા કરી. સુસાઈડ નોટમાં બિઝનેસમેને પોતાના મૃત્યુ માટે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી સહિત છ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

બિઝનેસમેને લોન ચુકવવા ઘર, જમીન વેચવા પડ્યા

એસ પ્રદીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બે લોકોએ નોટમાં તેનું નામ લખ્યું હતું. તેણે ક્લબમાં કામ કરવા બદલ પગાર સહિત દર મહિને ત્રણ લાખ રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા લીધા બાદ ગોપી અને સોમૈયા નામના બે શખ્સોએ ઘણા મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પરત કરવાની ના પાડી હતી. નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદીપે વ્યાજની ચુકવણી કરવા માટે ઘણી લોન લેવી પડી હતી અને પેમેન્ટ કરવા માટે પોતાનું ઘર અને ખેતીની જમીન પણ વેચવી પડી હતી .

માનસિક ત્રાસ

ઘણી આજીજી કર્યા બાદ પણ તમામ લોકોએ પ્રદીપને પૈસા પરત કર્યા ન હતા. તેથી, પ્રદીપ આ મુદ્દો ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી પાસે લઈ ગયો. ધારાસભ્યએ પ્રદીપના પૈસા પરત કરવા માટે બંને સાથે વાત કરી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા જ પરત કરશે. સુસાઈડ નોટમાં ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઈની મિલકત વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવાનો અને પ્રદીપને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નોટના અંતે જે છ લોકોના નામ લખવામાં આવ્યા છે તે આટલું મોટું પગલું ભરવા માટે કોણ જવાબદાર છે. તેણે બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીનું નામ પણ છે અને તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપવાનો આપવાનો આરોપ લગાવ્યો છે.

મૃતકની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી 

પ્રદીપ રવિવારે બેંગલુરુના નેટીગેરે ગામમાં તેના માથામાં ગોળી વાગતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેમની કારમાંથી સુસાઈડ નોટ મળી આવી છે અને તેમાં ભાજપના ધારાસભ્ય સહિત છ લોકોના નામ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget