(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: આણંદ વિસ્તારમાં 42 વર્ષનો લંપટ શિક્ષક 17 વર્ષની સગીરાને ભગાડી જતા ચકચાર
Crime News: આણંદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંકલાવમાં શિક્ષણ જગતમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
Crime News: આણંદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંકલાવમાં શિક્ષણ જગતમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહિંયા એક શિક્ષકની કરતુતથી સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો આંકલાવમાં જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નામના 42 વર્ષીય શિક્ષકે 17 વર્ષની સગીરાનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી છે.
આંકલાવ તાલુકાની એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 17 વર્ષીય કિશોરી અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. 14 દિવસ પહેલા કિશોરીનું અપહરણ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. આંકલાવ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કિશોરીને શોધી કાઢ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ પોલીસે પીટીનો અભ્યાસ કરાવતા લંપટ શિક્ષક જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પરીણિત વ્યક્તિ લિવ ઇન રિલેશનમાં રહી શકે કે નહીં? હાઇકોર્ટે ચુકાદામાં શું કહ્યુ?
અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતા કેસની સુનાવણી કર્યા બાદ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિંદુ મેરેજ એક્ટ મુજબ જો પતિ-પત્ની જીવિત હોય અને છૂટાછેડા ન લેવામાં આવ્યા હોય તો બંનેમાંથી કોઈ પણ બીજા લગ્ન કરી શકે નહીં.
કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે કાયદા વિરુદ્ધના સંબંધોને કોર્ટનું સમર્થન ન મળી શકે. આ આકરી ટિપ્પણી સાથે હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી પરિણીત મહિલાની અરજીને ફગાવી દીધી છે. અરજી ફગાવી દેવાની સાથે કોર્ટે અરજદારોને 2,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો
કોર્ટે અરજી ફગાવી દીધી હતી
જસ્ટિસ રેનૂ અગ્રવાલે કાસગંજની એક પરિણીત મહિલા અને અન્યની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પરિણીત મહિલા તેના પતિને છૂટાછેડા આપ્યા વિના અન્ય કોઈની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આવા સંબંધોને માન્યતા આપવાથી સમાજમાં અરાજકતા વધશે અને દેશનું સામાજિક માળખું નાશ પામશે. પરીણિતા અને લિવ-ઈન રિલેશનશિપમાં તેની સાથે રહેતા પ્રેમીએ સુરક્ષાની માંગને લઇને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંને અરજદારો લિવ-ઈન પાર્ટનર છે. તેમણે કાસગંજ જિલ્લાના એસપી પાસે સુરક્ષા માંગી હતી. જ્યારે કોઈ સુનાવણી થઈ ન હતી ત્યારે આ અરજી દાખલ કરવામાં આવી હતી.