Crime News: પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ,સગા બાપે દીકરાને ફેંક્યો કુવામાં
Crime News: નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો.
Crime News: નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.
જયે માતાને ફોન કરી ખેરગામ બોલાવતા પીનલ તેને લેવા નિકળી હતી. રસ્તામાં ગુનાહિત માનસિકતા ધરાવતા પતિ જગદીશે પુત્રને લેવા જતી પત્ની પીનલ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગીને પુત્રને ઘરના પાછળ આવેલ વાડીના કૂવા ફેંકી પોતે પણ કૂવામાં કુદી પડ્યો હતો. દીકરાની કરતૂત જોઈ જતા જગદીશની માતા પણ પાછળ દોડી અને પૌત્રને બચાવવા કૂવામાં કૂદી પડી હતી.
તો બીજી તરફ ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેઓ દોરડા લઇને કૂવા પાસે પહોંચી ત્રણેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક દોરડું પકડી જગદીશ કુવામાંથી બહાર આવી ભાગી છૂટ્યો હતો. જ્યારે પૌત્રને બચાવવામાં દાદી નિષ્ફળ રહ્યા હતા. લોકોએ કૂવામાં ખાટલો ઉતારી દાદીને બચાવ્યા બાદ ડૂબી ગયેલા એક પૌત્રના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ હુમલામાં ઘાયલ પીનલને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. પોલીસે ભાગી છૂટેલા જગદીશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પિતા સામે પુત્રની હત્યા અને પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસાને લઈને કરી મોટી આગાહી
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, અનુમાન મુજબ આજે વહેલી સવારે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.
રાજયમાં ચોમાસાની વિધિવત શરૂઆત
લાંબી પ્રતિક્ષા બાદ આખરે હવે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં રાજયભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈને મહત્વની માહિતી હવામાન વિભાગે આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. આગામી બે દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસાને એન્ટ્રી થઇ જશે.અંદાજે 10 દિવસ ગુજરાતમાં ચોમાસની મોડી એન્ટ્રી થઇ છે. રાજ્યમાં ચોમાસાનો વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગામી પાંચ દિવસ અમદાવાદ, સુરત, વડોદરામાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીં ભાવગનર સહિત ઘોઘા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. ખોખરા, સિદસર, વાળુકડ સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થઇ હતી.તાલાલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આકોલાવાડી, ધાવા, સુરવા, માધપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ચોમાસાની શરૂઆતના આ વરસાદથી મગફળી,સોયાબિન સહીતના પાકને ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial