Crime News: અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા, પાડોશી યુવકે જ બનાવી હવસનો શિકાર
Crime News: અમદાવાદના વટવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી.
![Crime News: અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા, પાડોશી યુવકે જ બનાવી હવસનો શિકાર A girl was murdered after being physically abused in Vatwa, Ahmedabad Crime News: અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા, પાડોશી યુવકે જ બનાવી હવસનો શિકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/adf684fa2abb589d1740629988136d971695835941640290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: અમદાવાદના વટવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી લીધી હતી. 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે જ દુષ્કર્મ આચરતા લોકો આરોપી પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી.
આગરાના તાજનગરી ફેઝ-2 સ્થિત હોમ સ્ટેમાં (home stay) એક યુવતિ પર સામૂહિક બળાત્કારના (gang rape) કેસમાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાએ પોલીસમાં (police complaint) ફરિયાદ કરી હતી કે તેને પહેલા દારૂ (liquor) પીવડાવવામાં આવ્યો હતો. આ પછી તેને માર મારવામાં આવ્યો અને પછી તેની ઈજ્જત લૂંટવામાં આવી. તેણે અવાજ શોરબકોર કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ (agra police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને યુવતિ રડતી મળી આવી હતી.
શું છે મામલો
તાજ નગરી ફેઝ 2માં શનિવારે રાત્રે હોમ સ્ટેમાંથી યુવતિની ચીસો સાંભળીને લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તાજગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસને યુવતિ હોમ સ્ટેમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહી હતી. પોલીસને જોતાની સાથે જ તેણે કહેવાનું શરૂ કર્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ પછી ચાર-પાંચ યુવકોએ ખોટું કામ કર્યું.
પોલીસે શું કહ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)