(Source: ECI/ABP News/ABP Majha)
CRIME NEWS: સુરતમાં ચાલું સીટી બસે કોલેજીયન યુવતીની કંડક્ટરો કરી છેડતી, મચ્યો હોબાળો
સુરતના મહિધરપુરાની કોલેજીયન યુવતીની સિટી બસમાં ત્રણ કન્ડક્ટરો દ્વારા છેડતી કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. યુવતી સહેલી સાથે ફિલ્મ જોઇ સિટી બસમાં ઘરે પરત ફરતી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી.
CRIME NEWS: સુરતના મહિધરપુરાની કોલેજીયન યુવતીની સિટી બસમાં ત્રણ કન્ડક્ટરો દ્વારા છેડતી કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. યુવતી સહેલી સાથે ફિલ્મ જોઇ સિટી બસમાં ઘરે પરત ફરતી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. જે મામલે હાલમાં પોલીસે શાહરૂખ શેખ, જયદીપ પરમાર અને સમીર શાહની ધરપકડ કરી છે.
કંડક્ટરોની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના સેન્ટ્રલ મોલ ખાતે વેલેન્ટાઇન સિનેમામાં ફિલ્મ જોઇ સિટી બસમાં સહેલી સાથે સ્ટેશન આવવા માટે બેસેલી મહીધરપુરાની કોલેજીયન યુવતી સાથે ભીડભાડનો લાભ લઇ છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત બેકામ વાણીવિલાસ કરનારા સીટી બસનાં ત્રણ કંડક્ટરોની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી છે.
યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે
મહીધરપુરા વિસ્તારમાં રહેતી યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગતરોજ કોલેજમાં રજા હોવાથી યુવતી તેની બહેનપણી સાથે ઉમરાના સેન્ટ્રલ મોલ ખાતે આવેલાં વેલેન્ટાઇન સિનેમામાં ફિલ્મ જોવા ગઇ હતી. ફિલ્મ જોઇ પરત થતી વેળા ઘરે પરત થવા માટે રાહુલ રાજ મોલની સામેથી સ્ટેશને આવવા માટે સીટી બસમાં બેઠી હતી. બસમા ભીડ હોવાથી ત્રણ યુવકો અવારનવાર ગમે તેમ વાણી વિલાસ કરી યુવતી સાથે ટકરાતા હોવાનું તરકટ કરી હેરાન કરતા હતાં.
છેડતી કરનાર ત્રણેય કંડક્ટરને બ્લેકલીસ્ટ કરાયા
આ દરમિયાન યુવતીની માતાનો ફોન આવતાં તેણે અમીષા હોટલ પાસે આવવા જણાવ્યું હતું. માતા પોતાની બાઇક લઇ અમીષા હોટેલ પાસે પહોંચી હતી. પરંતુ, આ ત્રણેય બસ સીટી બસનાં કંડક્ટરોનાં કહેવાથી બસ સીધી સ્ટેશન બસ સ્ટેન્ડ સર્કલ પર પહોંચી હતી. માતા પણ બાઇક પર પીછો કરી પહોંચતાં બસમાંથી નીચે ઉતરેલી યુવતીએ ત્રણેય યુવકોને બતાવી સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ સ્ટેશન વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. જો કે આ દરમિયાન પોલીસ પણ આવી પહોંચી હતી અને મામલે પોલીસને સમગ્ર હકીકત જણાવતાં મહીધરપુરા પોલીસે યુવતીની માતાની ફરિયાદ લઇ ત્રણેય બસ કંડક્ટરો વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી ત્રણેય આરોપી પૈકીનાં શાહરૂખ ફારૂક બુરહાન શેખ, જયદીપ પરમાર અને સમીર નાસીર રમજાન શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ સુરત સીટી બસમાં કંડક્ટર દ્વારા તરુણીની છેડતી મામલે પાલિકા પણ એક્શનમાં આવી છે. છેડતી કરનાર ત્રણેય કંડક્ટરને બ્લેકલીસ્ટ કરાયા છે.