શોધખોળ કરો

CRIME NEWS: સુરતમાં ક્લાસીસમાંથી પરત આવતી વિદ્યાર્થિનીને રિલેશન રાખવા યુવકે કર્યું દબાણ, ના પાડવા પર આપી એસીડ એટેકની ધમકી

સુરત: UPSCની તૈયારી કરતી કીશોરીને રીલેશન રાખવા માટે એક યુવકે દબાણ કર્યું છે. આમ ન કરવા પર યુવકે યુવતી પર એસીડ ફેંકવાની ધમકી આપી છે. જે બાદ ધમકી આપનાર મુખ્ય અને રીઢા આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત: UPSCની તૈયારી કરતી કીશોરીને રીલેશન રાખવા માટે એક યુવકે દબાણ કર્યું છે. આમ ન કરવા પર યુવકે યુવતી પર એસીડ ફેંકવાની ધમકી આપી છે. જે બાદ ધમકી આપનાર મુખ્ય અને રીઢા આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આ છોકરી ક્લાસીસમાંથી ઘરે આવી રહી હતી તે વખતે સઇદ ચુહા તથા ધમુ ખલસે નામના ઈસમોએ ધમકી આપી હતી. છોકરીને આંતરી સઇદ ચુહા સાથે રીલેશન રાખવા માટે દબાણ કર્યુ હતું અને રીલેશન નહીં રાખે તો તેજાબ ફેંકવાની ધમકી આપી હતી. છોકરીએ સતર્કતાથી તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

 ભાવનગરમાં યુવકે સંબંધ બાંધવા બળજબરી કરતા યુવતીએ કર્યો આપઘાત

ભાવનગર: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે 4 દિવસ પહેલા યુવકની પજવણીથી તંગ આવીને એક યુવતીએ આ ઝેરી દવા પીધા બાદ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ આજે હોસ્પિટલમાં તેમણે દમ તોડ્યો છે. હાથબ ગામની 18 વર્ષીય યુવતીને ફુલસર ગામનો યુવક સંબંધો બાંધવા હેરાન પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ કંટાળી ઝેરી દવા પી પોતાના ઘરે અગ્નિસ્નાન કર્યું હતું. આજ બપોરના સુમારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવતીની લાશને પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. 15 દિવસનાં સમયમાં જિલ્લાની 2 યુવતીએ યુવકની પજવણીથી પરેશાન થઈ પોતાનો જીવ આપી દીધો છે.

સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.

ભાડાની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો

સચિનમાં યુવતી પર સરાજાહેર ગળા પર કટર ફેરવી દેતા ચકચાર

સુરતમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતી પર સરાજાહેર ગળા પર કટાર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.

શું છે મામલો

સુરતમાં રહેતી એક યુવતીના ગળા પર પૂર્વ પ્રેમીએ કટર ફેરવી દીધું હતું. નોકરીએ જઈ રહેલી પ્રેમિકા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. પ્રેમી યુવતી સાથે કાયમ રોકટોક કરતા યુવતીએ સંબધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સચિન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી રામસિંગ નામના આરોપીની ઘરપકડ કરી હતી.

મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના

મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના કરૂણ મોત થયા છે. મહેસાણાના ઉંઝા કોડહા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતનું મોત થયુ છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર ખેડૂતને ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતનું મોત થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના વિજાપુર હિંમતનગર હાઈવે પર કનકપુરા ગામ પાસે બની હતી. જેમાં અજાણ્યો વાહન ચાલક 70 વર્ષની વૃદ્ધ મહિલાને ટકકર મારી ફરાર થયો હતો. વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું. વિજાપુર પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટોપ સ્ટોરી

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget