શોધખોળ કરો

Gujarat Rain: આગામી 6 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યના અમુક જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યના અમુક જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજનમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ રાજ્યમાં મોનસુન ટ્રફ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. જોકે અત્યાર સુધી રાજ્યમાં 29% જેટલો વધુ વરસાદ નોંધાયો છે. એક જૂનથી લઈને 10 સપ્ટેમ્બર સુધીમાં 832.9 ઇંચ મીમી વરસાદ નોંધાયો છે.

14થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતા છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈને હળવો વરસાદ વરસી શકે છે. 

14 સપ્ટેમ્બર રવિવારે આ જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર રવિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદારા નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.

રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget