શોધખોળ કરો

Crime News: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો,આજથી શરૂ થશે સઘન પૂછપરછ

ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો.

અમદાવાદ:ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  દ્રારા ગઇઇ કાલ મોડી રાતે  કિરણ પટેલને 2.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. +જમ્મુ-કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.

મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે.અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.

Amit Shah-Rahul Gandhi : રાહુલ ગાંધીને ગૃહમંત્રી અમિત શાહે ફેંક્યો ખુલ્લો પડકાર

Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસીઓને ખુલ્લો પડકાર આપતાં તેમણે કહ્યું હતું કે, તમે મેદાન નક્કી કરો, ભાજપના કાર્યકરો દેશમાં ગમે ત્યાં લડવા તૈયાર છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અનેક વિકાસ યોજનાઓને લીલી ઝંડી દેખાડી હતી.

રાહુલ ગાંધીની સદસ્યતા અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સુરત કોર્ટના નિર્ણય બાદ તેમની સદસ્યતા જતી રહી અને કોંગ્રેસના નેતાઓએ કાળા વસ્ત્રો પહેરીને આખી સંસદ બંધ કરી દીધી. શાહે કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે, કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકનો ધર્મ છે. તમે પણ તો સાંસદ હતા. તમે કોર્ટના નિર્ણયને પડકારો, કાયદા દ્વારા લડો પરંતુ તમે તો સંસદના સમયને બરબાદ કરી નાખ્યો. આ દેશની જનતા તમને માફ નહીં કરે.

રાહુલ ગાંધીને શાહનો પડકાર

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, શું દેશના કોઈ નેતાએ વિદેશમાં જઈને ભારતની જાહેરમાં ટીકા કરવી જોઈએ? તમે ભારતમાં કેવું રાજકારણ લાવવા માંગો છો? આ દરમિયાન અમિત શાહે પડકાર ફેંક્યો અને કહ્યું કે, રાહુલ બાબા ડરે છે. જગ્યા તમે નક્કી કરો. ભારતમાં જ્યાં પણ મેદાન છે ત્યાં ભાજપના લોકો લડવા તૈયાર છે.

જનતાએ મક્કમતાથી કાદવમાં કમળ ખીલવ્યું : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. ગરીબોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બનાવી છે. દુનિયામાં દેશનું માન વધાર્યું છે અને આ કોંગ્રેસી લોકો કહે છે - મોદી તમારી કબર ખોદશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે, તમે મોદીજીને ગાળો આપી છે, જનતાએ આ અપશબ્દોના કાદવમાં વધુ મજબૂત બનાવીને કમળ ખવડાવ્યું છે.

અમિત શાહે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી શાહે તેમના ભાષણમાં કહ્યું કે, "ગઈકાલે જ સંસદ સમાપ્ત થઈ. આઝાદીના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે દેશના બજેટ સત્રની ચર્ચા કર્યા વિના સંસદ સમાપ્ત થઈ ગઈ હોય. વિપક્ષના નેતાઓએ ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી. તેનું કારણ એ છે કે, રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ સજાને પડકારવી જોઈએ. તમે સંસદનો સમય જ બરબાદ કરી નાખ્યો.

'લોકશાહી નહીં, પણ તમારો પરિવાર ખતરામાં છે'

ગૃહમંત્રી શાહે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો યથાવત રાખતા હતું હતું કે, સોનિયા જી હોય, રાહુલ જી હોય કે કોઈ પણ હોય, મોદીજીને ગાળોના કાદવમાં કમળને મજબૂતથી ખીલવી બતાવ્યું છે. તેઓ કહે છે કે, લોકશાહી ખતરામાં છે પણ હું કહેવા માંગુ છું કે, લોકશાહી ખતરામાં નથી, પરંતુ તમારો પરિવાર ખતરામાં છે. તમે આ લોકશાહીને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ નખમાં ઘેરી લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ
મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ
મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
હવે તમારુ રાઉટર બની ગયું જાસૂસ, Wi-Fi સિગ્નલ બતાવશે રૂમમાં કોણ હાજર છે
હવે તમારુ રાઉટર બની ગયું જાસૂસ, Wi-Fi સિગ્નલ બતાવશે રૂમમાં કોણ હાજર છે
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Embed widget