શોધખોળ કરો

અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો

Ahmedabad murder mystery solved: દેહવ્યાપાર ન છોડતા પતિએ ભાઈ અને મિત્રો સાથે મળીને પત્નીને મારી 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 34 વર્ષ જૂની હત્યા: ક્રાઈમ બ્રાન્ચે મહિલાના હાડપિંજર DNA થી ભેદ ઉકેલ્યો.
  • પતિ-જેઠની ધરપકડ: દેહવ્યાપાર બંધ ન કરવા બાબતે પત્નીની હત્યા.
  • શબને 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી પુરાવા નાશ કર્યા.
  • બે અન્ય આરોપીઓના મૃત્યુ: 3 દાયકા જૂનો કેસ આખરે ઉકેલાયો.

Ahmedabad murder mystery solved: અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક મહિલાની હત્યાનો ભેદ આખરે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. વર્ષ 1992માં કુતુબનગર વિસ્તારમાં થયેલી આ હત્યામાં મહિલાના હાડપિંજરના ડીએનએ (DNA) રિપોર્ટ તેના ભાઈ સાથે મેચ થતાં પોલીસે હત્યાનો ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓના અગાઉ જ મોત થઈ ચૂક્યા છે. પત્ની દેહવ્યાપારનું કામ બંધ ન કરતી હોવાથી કંટાળીને પતિએ તેની હત્યા કરી લાશને ખાડામાં દાટી દીધી હતી.

આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 1992માં વટવાના કુતુબનગર વિસ્તારના પ્લોટ નંબર 10માં ફરઝાના નામની એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે ઘરમાં જ ખાળકૂવા જેવા 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. વર્ષો બાદ આ કેસની તપાસ દરમિયાન પોલીસને હાડપિંજર મળી આવ્યું હતું. હત્યાનું પગેરું મેળવવા માટે પોલીસે ફરઝાનાના વતન ધોળકા જઈને તેના પરિવારજનોના નિવેદન લીધા હતા. આખરે ફરઝાનાના ભાઈના DNA સેમ્પલ હાડપિંજર સાથે મેચ થઈ જતાં આખી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાયો હતો.

પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરઝાના દેહવ્યાપાર સાથે જોડાયેલી હતી. તેનો પતિ સમસુદ્દીન વારંવાર કહેવા છતાં તે આ કામ છોડવા તૈયાર નહોતી. આ જ વાતને લઈને કંટાળી ગયેલા સમસુદ્દીને અદાવત રાખીને પોતાના ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.

સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા

પ્લાન મુજબ, 34 વર્ષ અગાઉ મોડી રાત્રે આરોપીઓએ ભેગા મળીને ફરઝાનાને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે સાલીયા બીબી નામના અન્ય એક આરોપીના મકાનમાં 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેના મૃતદેહને અંદર દાટી દીધો હતો.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મુખ્ય આરોપી એવા પતિ સમસુદ્દીન અને તેના ભાઈ ઈકબાલને ઝડપી પાડ્યા છે. જ્યારે હત્યામાં સાથ આપનાર અન્ય બે આરોપીઓ અબ્દુલ કરીમ અને સાલીયા બીબીના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. 3 દાયકા જૂનો આ કેસ સોલ્વ થતાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ

Frequently Asked Questions

અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો?

ક્રાઈમ બ્રાન્ચે મૃતકના હાડપિંજરના DNA રિપોર્ટ તેના ભાઈના DNA સાથે મેચ કરીને આ રહસ્ય ઉકેલ્યું છે. આનાથી હત્યારાઓની ઓળખ થઈ શકી.

આ હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું?

પત્ની દેહવ્યાપારનું કામ છોડવા તૈયાર ન હોવાથી પતિએ ગુસ્સે થઈને તેની હત્યા કરી હતી. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.

હત્યામાં કોની ધરપકડ કરવામાં આવી છે?

પોલીસે મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરી છે. ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે.

મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો હતો?

મૃતદેહને પુરાવાનો નાશ કરવા માટે એક આરોપીના મકાનમાં 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget