Ahmedabad Crime News: મકરબા - કોર્પોરેટ રોડ પર ધડ વગરની યુવાનની લાશ મળી આવતાં ચકચાર
Ahmedabad News: ગ્રીન એકર બિલ્ડિંગ નજીક આ બનાવ બન્યો છે. આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Ahmedabad Crime News: અમદાવાદમાં ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના મકરબા - કોર્પોરેટ રોડ પર ધડ વગરની યુવાનની લાશ મળી આવી હતી. લાશ માથું અને શરીર ભાગ અલગથી કાપેલી હાલતમાં મળી આવી છે. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા છે. ગ્રીન એકર બિલ્ડિંગ નજીક આ બનાવ બન્યો છે. આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના શિલજ સર્કલમાં આવેલા સાફલ્ય રેનોનમાં પાંચ સિક્યોરીટી ગાર્ડ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને રૂપિયા 3.32 લાખની મત્તાની લૂંટ કરવાની સાથે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલાને ત્યાં કામ કરતી ઘરઘાટી યુવતી પર પાંચ આરોપીઓ પૈકી એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો ફરિયાદમાં થયો છે. આરોપીઓ મહિલાના ડરાવવા માટે રમકડાની પિસ્તોલ લઇને આવ્યા હતા. બીજી તરફ સિક્યોરીટી એજન્સીએ સિક્યોરીટી ગાર્ડનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાથી પોલીસ દ્વારા સિક્યોરીટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિલજમાં આવેલા સાફલ્ય રેનોન અને આસપાસમાં આવેલા એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા અમૃતપાલસિંગ , સુખવિંદરસિંગ અને મનજીતસિંગ તેમજ રાહુલસિંગ અને હરિઓમ ઠાકોર નામના પાંચ સિક્યોરીટી દ્વારા એપાર્ટમેન્ટમાં જ રહેતી એક મહિલાના ઘરમાં ઘુસીને ક્રેડીટ કાર્ડ, ડેબિર્કાર્ડ અને રોકડ તેમજ દાગીના મળીને રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની મત્તાની લૂંટ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ઘરમાં ઘુસીને પહેલા તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ પોતાને કેન્સર અને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા તેને છોડી દેવામાં આવી હતી પરંતુ, પાંચ આરોપી પૈકી એક આરોપીએ મહિલાન ત્યાં કામ કરતી 19 વષીય યુવતી પર નજર બગાડી હતી અને તેને બીજા રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મો પર ટેપ મારીને દુષ્કર્મ આચર્યું હતું.
અમદાવાદમાં યુપી-બિહારમાં બનતી ઘટના જેવો બનાવ સામે આવ્યો છે. શહેરના છેવાડે આવેલા કણભામાં ખેડૂત પર જેસીબી ફેરવી હત્યા કરવામાં આવી હતી. મંજુરી વિના ખનન કરવામાં આવતે ખેડૂતે વિરોધ કરતાં તેના પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. સારવાર માટે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. કણભા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.