શોધખોળ કરો
Advertisement
Ahmedabad: મહિલાએ 15 વર્ષ નાના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, યુવક પ્રેમિકા સાથે ઘરે જ પત્નિની હાજરીમાં માણતો શરીર સુખ...........
યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવક પ્રેમિકાને પોતાના ઘરે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક સંબંધ રાખ્યા હતા.
અમદાવાદઃ સરદારનગરમાં રહેતી 45 વર્ષની મહિલાનો પતિ બિમાર રહેતો હોવાથી કેટરિંગનું કામ કરે છે. આ દરમિયાન કુબેનગરમાં રહેતા 30 વર્ષના યુવક સાથે પરિચય થયો હતો. આ યુવક સાથે મહિલાના શારીરિક સંબંધ બંધાયા હતા. બંને રોજ મળતાં અને શરીર સુખ માણતાં હતાં.
યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવક પ્રેમિકાને પોતાના ઘરે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક સંબંધ રાખ્યા હતા. યુવક પત્નિની હાજરીમાં જ પ્રેમિકા સાથે શરીર સુખ માણતો હતો છતાં તેની પત્નિ કોઈ વાંધો નહોતી લેતી. તેના કારણે પ્રેમિકાને લાગ્યું કે, યુવકે ખોટું બોલ્યો છે. યુવક અને તેની પત્નિ વચ્ચે કોઈ ઝગડા ના હોવાથી પ્રેમિકા પોતાના ઘરે પાછી આવી ગઈ હતી ને યુવક સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.
યુવક મહિલાને શરીર સુખ માણવા દબાણ કરતો પણ મહિલાએ મળવાનું ઓછું કરતાં વાસનામાં અંધ બનેલા યુવકે પ્રેમિકાના ફોટા એડિટ કરીને નગ્ન ફોટા પ્રેમિકાની દીકરી સહિત પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલી દીધા હતા. પ્રેમિકાએ પ્રેમિકા પાછી નહી આવે તો સગા સબંધીને ફોટા મોકલવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા દોઢ વર્ષ પહેલા મહિલા કેટરીંગના કામે ગઇ હતી ત્યારે યુવકના સંપર્કમાં આવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement