Ahmedabad : પતિને ભાભી સાથે રૂમમાં એકાંત માણતા પત્ની જોઇ ગઈ, પત્નીએ ચીસ પાડી ને....
રાત્રે ભાભી સાથે એકાંત માણી રહેલા પતિને જોઇને પત્નીએ દેકારો કરી મૂકતા ઘરના સભ્યો ભેગા થઈ ગયા હતા. જોકે, સાસરીવાળાએ પતિનો પક્ષ લીધો હતો અને યુવતીને માર માર્યો હતો. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં પતિને ભાભી સાથે આડાસંબંધ હોવાની ખૂદ પત્નીએ ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. રાત્રે ભાભી સાથે એકાંત માણી રહેલા પતિને જોઇને પત્નીએ દેકારો કરી મૂકતા ઘરના સભ્યો ભેગા થઈ ગયા હતા. જોકે, સાસરીવાળાએ પતિનો પક્ષ લીધો હતો અને યુવતીને માર માર્યો હતો. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતી પતિ સાથે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહે છે. લગ્ન પછી સાસરીવાળા સાથે નાની-નાની વાતે ઝઘડો થતો હતો. જોકે, તેને તેણે તે વાતને ધ્યાને લીધી નહોતી. બીજી તરફ યુવતીના જેઠ કામ માટે દિવસો સુધી બહાર રહેતા હતા. આવા સમયે જેઠાણી યુવતીના પતિના કાન ભરતી હતી.
દરમિયાન યુવતી ગર્ભવતી થતાં તે ડિલિવરી માટે પિયર ગઈ હતી. પૂરા મહિને યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરી પછી તે સાસરીમાં પરત ફરી હતી. જોકે, પતિ સહિત સાસરીવાળાના વર્તન બદલાયેલા હતા. ડિલિવરી પહેલા રોજ સાંજે પતિ ઘરે આવીને પત્નીને મળતો હતો. પરંતુ બે દિવસથી પતિના વર્તનમાં પણ ફરક હતો. આથી પત્નીને શંકા જતા તેણે પતિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
પતિ પર નજર રાખતા ખબર પડી કે પતિ પોતાની પાસે નહીં પરંતુ સીધો ભાભીને મળવા તેના રૂમમાં જતો હતો. યુવતીએ હિંમત કરીને જેઠાણીના રૂમમાં જઈને જોયું તો બંને નિર્વસ્ત્ર હાલતમાં હતા અને રંગરેલિયા મનાવી રહ્યા હતા. આ જોઇને યુવતીના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. યુવતીનો અવાજ સાંભળી બધા ભેગા થઈ ગયા હતા. જોકે, પતિને કંઈ કહેવાને બદલે યુવતી અને તેના પિયરના લોકોને માર માર્યો હતો. આ મામલે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.