(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: સારવાર માટે આવેલી અમદાવાદની યુવતીને ઘરમાં લઈ ગયો ડોક્ટર, બેડરુમમાં પહોંચતાં જ...
Crime News: રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વરુપવાન યુવતીઓ પોતાની મોહજાળમાં યુવકોને ફસાવી મોકી રકમ પડાવી લેશે. આવો જ કિસ્સો સામે આવ્યો છે આણંદના ઉમરેઠમાં.
Crime News: રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વરુપવાન યુવતીઓ પોતાની મોહજાળમાં યુવકોને ફસાવી મોકી રકમ પડાવી લેશે. આવો જ કિસ્સો સામે આવ્યો છે આણંદના ઉમરેઠમાં. અહીં એક ડોક્ટર હનીટ્રેપની જાળમાં ફસાયો છે. હનીટ્રેપમાં ફસાયેલા ડોક્ટર પાસે અમદાવાદની યુવતી અને તેના સાગરીતોએ 50 લાખની માંગણી કરી હતી.
આ કિસ્સા અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદની યુવતી સારવારના બહાને હોસ્પિટલમાં આવી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટરના સાથે પ્રેમ ભરી વાતો કરવા લાગી. આમ ડોક્ટર યુવતીની જાળમાં ફસાઈ ગયા. ડોક્ટરના ઘરે કોઈ ન હોવાથી યુવતી ડોક્ટર સાથે તેમના ઘરે પહોંચી હતી. ડોક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચી ગયા હતા. જો કે, ત્યાં જ એકાએક પાંચ યુવાનો અને એક યુવતી આવી જતા આ લોકોએ ડોક્ટર પર યુવતી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ પાંચ યુવક અને યુવતીએ 50 લાખની માંગણી કરી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટર પ્રિયંક બેન્કરે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ
સુરેન્દ્રનગર પાસે લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં કોઇ અજ્ઞાન વ્યક્તિએ ટ્રેક પર 25 કિલોના મોટા પથ્થર મૂક્યા હતા. જો કે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઓડિશાની ઘટના તાજી છે ત્યાં ગુજરાતમાં પણ ટ્રેનની મોટી દુર્ઘટના ઘટી હોત. જો કે લોકો પાયલચ અને કર્મચારીની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે.સુરેન્દ્રનગર પાસે લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં કોઇ અજ્ઞાન વ્યક્તિએ ટ્રેક પર 25 કિલોના મોટા પથ્થર મૂક્યા હતા. જો કે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનિય છે કે, આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ ટ્રેન પસાર થાય છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના માંડવીમાં ડમ્પર ચાલકે 200 મીટર બાઇક ઢસડી, ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત
સુરત જિલ્લામાં ડમ્પર ચાલકોનો કહેર યથાવત છે. અકસ્માતમાં માંડવીના ત્રણ લોકોનો ભોગ લેવાયો છે. મોડી રાત્રે માંડવાના તડકેશ્વર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ડમ્પર નીચે 200 મીટર બાઈક ઢસડાઈ હતી. જેના કારણે ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. મૃતક ત્રણેય યુવકનો માંડવીના કેવડિયાના રહેવાસી હતા. તડકેશ્વર ખાતે નોકરી પરથી પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાના પગલે ત્રણેય યુવકોના ઘરમાં માતમ છવાઈ ગયો હતો.