શોધખોળ કરો

Delhi Pandav Nagar Murder: દિલ્હીમાં શ્રદ્ધા જેવી બીજી ઘટના, પુત્ર સાથે મળી મહિલાએ પતિના કર્યા 22 ટુકડા...

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે આશરે 6 મહિના પહેલા પાંડવ નગરમાંબનેલી ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. સાથે જ બેની ધરપકડ કરી છે.  

Pandav Nagar murder: રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જો કે આ વખતે જેની હત્યા કરવામાં આવી હતી તે પુરુષ હતો. માતાએ પોતાના પુત્ર સાથે મળીને તેના જ પતિની હત્યા કરી દીધી અને 22 ટુકડા કરી ફ્રીજમાં સાચવી રાખી ધીરે ધીરે એક પછી એક ટુકડાનો નિકાલ કરી દીધો. જો કે આ ઘટનાના કેટલાક સીસીટીવી સામે આવ્યા છે જેમાં મહિલા પોતાના પુત્ર સાથે પતિની લાશના ટુકડાનો નિકાલ કરતી જોવા મળી રહી છે. 

પત્નીએ કરી પતિની હત્યા 

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં માનવ શરીરના ટુકડા મળવાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પૂનમ અને દીપક તરીકે થઈ છે. મૃતકનું નામ અંજન દાસ જણાવવામાં આવ્યું છે. પૂનમને પતિ અંજન દાસ પર ગેરકાયદે સંબંધની શંકા હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેરકાયદેસર સંબંધોની શંકાને કારણે અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવીને તેની હત્યા કરવામાં આવી હતી. પૂનમ અને તેના પુત્ર દીપકે મળીને હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તે ફ્રિજ પણ રિકવર કરી લીધું છે. પાંડવ નગરના રહેવાસી અંજન દાસની હત્યા કર્યા બાદ તેની લાશના 22 ટુકડા કરી ઘરની અંદરના રેફ્રિજરેટરમાં સંતાડી દેવામાં આવ્યા હતા.  ત્યારબાદ મૃતદેહના ટુકડાને પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેકી દીધા હતા.

મહિલાએ પતિની લાશના 22 ટુકડા કર્યા 

દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 05 જૂન, 2022ના રોજ આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને થાણા પાંડવ નગરના 20 બ્લોક કલ્યાણપુરીની સામે રામલીલા મેદાનમાં ઝાડીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી. આ માહિતી તાત્કાલિક પાંડવ નગર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ એસએચઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને માનવ અંગોથી ભરેલી બેગ મળી હતી. આ પછી ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget