આ અંગેની વિગતો એવી છે કે, મથાવાડાની શ્રમજીવી પરિવારની સગીર દીકરીને મથાવડા પ્રાથમિક શાળાનો શિક્ષક ગિરીશ રાવળ ભગાડી ગયો હતો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં નરેશ નામની વ્યક્તિએ મદદગારી કરી હતી. આ અંગે સગીરાએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
2/3
પોલીસ ફરિયાદ પછી ભોગ બનનાર સગીરાને તબીબી તપાસ માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હવે પોલીસે રીપોર્ટની રાહ જોઇ હી છે. પોલીસે મુખ્ય આરોપી ગિરીશ રાવળ અને અન્ય મદદગાર નરેશને ઝડપી લેવા બંનેના નિવાસે તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ મળી આવ્યા ન હતા. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
3/3
ભાવનગરઃ તળાજાના મથાવડા ગામમાં સગીરા પર પ્રાથમિક શાળાના શિક્ષકે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. બળાત્કાર પછી શિક્ષક અને તેને મદદગારી કરનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. હાલ, તળાજા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.