શોધખોળ કરો

Crime News: ગોળીબારથી ધણધણી ઉઠ્યું બેગુસરાય, 30 KM સુધી કર્યું ફાયરિંગ, જાણો વિગત

Crime News: સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બાઈક પર સવાર બે યુવકો ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ ફૂટેજ બેગુસરાયના તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે.

Bihar Crime News: બેગુસરાય જિલ્લામાં મંગળવારે સાંજે અચાનક 12 લોકોએ અલગ-અલગ જગ્યાએ એક પછી એક ગોળીબાર કર્યો, જેના કારણે આખું બેગુસરાય હચમચી ગયું. બાઇક પર સવાર બે ગુનેગારોએ 30 કિમીની અંદર રસ્તા પર દેખાતા દરેક પર ગોળીઓ ચલાવી હતી. આ હત્યાકાંડ ચાલુ રહ્યો અને ગુનેગારોએ ખુલ્લેઆમ હંગામો મચાવ્યો, પરંતુ પોલીસ ક્યાંય દેખાઈ ન હતી. આ બધી ઘટના બેગુસરાયના નેશનલ હાઈવે પર બની હતી અને ગુંડાઓ ગોળીબાર કરતા રહ્યા હતા. આ ઘટનામાં એકના મોતના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ADGએ શું કહ્યું

એડીજી જિતેન્દ્ર સિંહ ગંગવારે કહ્યું કે ગુનેગારોની ધરપકડ માટે નજીકના તમામ જિલ્લાઓને એલર્ટ કરીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બાઈક પર સવાર બે યુવકો ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ ફૂટેજ બેગુસરાયના તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે.

પોલીસને શંકા છે કે આ બે યુવકોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી અને પછી 6 વાગ્યા પછી એવી માહિતી આવવા લાગી હતી કે લોકોને અલગ-અલગ જગ્યાએ ગોળી મારવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક સાયકો કિલર નાસતા ફરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો ઘરની બહાર નીકળતા નથી.

બેગુસરાયના એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને એક ટીમ બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ભાજપે નીતિશ સરકારને ટોણો માર્યો

આ ઘટનાને લઈને ભાજપના નેતાઓએ નીતિશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું કે બેગુસરાઈમાં મોટરસાઈકલ સવાર બે ગુનેગારોએ 11 લોકોને ગોળી મારીને ઘાયલ કર્યા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મૃતકોના આશ્રિતોને 1 કરોડ રૂપિયા અને ઘાયલોને 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિહારની કમનસીબી છે કે મુખ્યમંત્રી ખુરશી પર રહેવા માટે જંગલરાજને જનતાનું રાજ કહે છે.

બીજેપીના વરિષ્ઠ નેતા અશ્વિની કુમાર ચૌબેએ ટ્વિટર પર લખ્યું, 'બિહારના બેગુસરાઈમાં ખુલ્લેઆમ ગોળીબાર અને 10 લોકોને ગોળી મારવાની ઘટના રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની નિશાની છે. નીતીશ જી, શું આ જનતાનું રાજ છે? બિહારમાં જ્યારથી મહાગઠબંધનની સરકાર આવી છે, ગુનેગારોના જુસ્સા ઉંચા છે. જનતામાં ગભરાટ છે.નીતીશ જીએ સત્તાના મોહમાં બિહારની જનતાને જંગલરાજમાં ધકેલી દીધી છે. બિહારના લોકો આજે ભયમાં જીવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget