Crime News: સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત, જાણો શું છે ઘટના
સુરતમાં બનેલી એક ઘટનાના કારણે હડકંપ મચી ગઇ છે. અહીં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત થયું છે. શું છે સમગ્ર મામલો
Crime News:સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ FIR છે.
સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાન સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે ભાજપ લધુમતિ મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે.ઉન રોયલ એવન્યુ ખાતે રહેતા ભાજપના લઘુમતી મોર્ચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયા સ્ક્રેપનો વેપાર કરતા હતા. 15 દિવસ બાદ તેમના પુત્ર સુમિતના લગ્ન રહ્યા હતા. સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હીરાણીએ તેમના વેવાણ દિલશાદબેન બાબતે વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બિભત્સ હોવાથી સલીમ બગડિયા તેને ડિલિટ કરવા આગ્રહ કર્યો બાદ સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને મારામારી કરતા આ દરમિયાન મુક્કો લાગી જતાં, સલીમભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન બચાવી શકાયો. અહીં તબીબે તેમને મૃત જાહેર કર્યાં. લઈ જવાયા. હવે આ સમગ્ર ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.