Crime News: અમદાવાદના બાપુનગરમાં ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા અરેરાટી
Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રાધારમણ ફ્લેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં થયેલી હત્યાના વીડિયો સામે આવ્યા છે. ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રાધારમણ ફ્લેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં થયેલી હત્યાના વીડિયો સામે આવ્યા છે. ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આરોપી ભાઈ અને તેના સાળા સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. બાપુનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હત્યા કેમ કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી.
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો
ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દ્રારા ગઇઇ કાલ મોડી રાતે કિરણ પટેલને 2.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. +જમ્મુ-કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.
મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે.અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.
જૂનાગઢના કેશોદમાં દુષ્કર્મના કેસમાં દોષિતને 20 વર્ષની સજા
કેશોદઃ જૂનાગઢના કેશોદમાં દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. કોર્ટે ત્રણ મહિનાની અંદર આરોપીને સજા સંભળાવી ભોગ બનનારના પરિવારને 15 લાખની સહાય ચૂકવવા પણ આદેશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, કેશોદના મોટી ઘંસારી ગામના આધેડે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચરી આધેડે સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાએ પુત્રીને જન્મ આપતા પરિવારને જાણ થઈ હતી. આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના આદેશના પગલે પોલીસે પણ ખૂબ જ ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. સ્પેશલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી કરસન ઉર્ફે બાબુ માલમ નામના શખ્સને 20 વર્ષની કેદની સજા અને 15 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.