છોટાઉદેપુરઃ પોલીસકર્મી પતિએ બસ કંડકટર પત્નીની બસમાં જ કરી હત્યા, જાણો કારણ...
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં, પોલીસકર્મચારીએ તેની પત્નીની હત્યા કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં, પોલીસકર્મચારીએ તેની પત્નીની હત્યા કરી છે. પાવી જેતપુરના ભીખાપુરા ગામે બનેલી આ ઘટનામાં પતીએ પોતાની કંડક્ટર પત્નીનું ગળું કાપીને બસમાં જ હત્યા કરી હતી.
ગળું કાપીને પત્નીની હત્યા કરીઃ
મળતી માહિતી મુજબ મંગુબેન રાઠવા નામની મહિલા બસ કંડક્ટરની નોકરી કરી હતી જ્યારે મંગુબેનનો પતિ અમૃત રાઠવા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. આ દરમિયાન અચાનક અમૃત રાઠવાએ પોતાની કંડક્ટર પત્નીની ભીખાપુરા ગામે ગળું કાપીને હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિ અમૃત રાઠવા પોતાની પત્ની મંગુના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી હત્યા કરી હોઈ શકે છે.
હત્યા કરીને ત્યાં જ બેસી રહ્યો પતિઃ
મહત્વનું છે, બસમાં જ પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ અમૃત રાઠવા ત્યાં જ બેસી રહ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપી પતિ અમૃત રાઠવાની અટકાત કરી લીધી હતી. આ સાથે મૃતક મહિલા કંડક્ટરના મૃતદેહને 108 મારફતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
Crime: શિક્ષકની હેવાનિયત, સ્કૂલના વિદ્યાર્થીને સળીયાથી ફટકાર્યો ને પછી બાલકનીમાંથી નીચે ફેંક્યો, વિદ્યાર્થીનું મોત
Karnataka: કર્ણાટકની એક સ્કૂલમાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકનારો કિસ્સો સામે આવ્યો છે, આરોપ છે કે, સ્કૂલમાં શિક્ષકે એક દસ વર્ષીય વિદ્યાર્થીને બેરહેમીથી ફટકાર્યો, પછી તેને સ્કૂલના પહેલા માળ પરથી નીચે ફેંકી દીધો હતો, જે પછી તેનુ મોત થઇ ગયુ હતુ. ઘટના કર્ણાટકના ગડક જિલ્લાના હગલી ગામની આદર્શ પ્રાથમિક વિદ્યાલયની છે.
પોલીસે બતાવ્યુ કે, હગલી ગામની આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક મુટ્ટૂ હદાલીએ વિદ્યાર્થીને સળીયાથી ફટકાર્યો, પછી તેને સ્કૂલના પહેલા માળેની બાલકનીમાંથી ધક્કો મારી દીધો હતો. ગંભીર ઇજા થવાના કારણે બાળકને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયુ હતુ આરોપી ટીચર ફરાર છે, વિદ્યાર્થીનુ નામ ભરત હતુ, જે ચોથા ક્લાસમાં ભણતો હતો.
પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવ્યુ કે, - આ ઘટના રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા હગલી ગામમાં આદર્શ પ્રાથમિક શાળાની છે. આરોપ છે કે શાળાના કોન્ટ્રાક્ટ ટીચર મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતને સળીયા વડે માર માર્યો હતો. પછી તેને બાલ્કનીમાંથી ફેંકી દીધો. હાલ પોલીસ મારપીટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.