Crime News: 75 વર્ષીય મહિલાની ઘરમાંથી હાથ બાંધેલી લાશ મળતાં ચકચાર, જાણો વિગત
75 વર્ષીય મીનાક્ષી મોદી નામના મહિલાની પાછળનાં ભાગે હાથ બાંધેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી છે. હાલ વેજલપુર પોલીસ બનવા સથળે પહોચી તપાસ હાથ ઘરી છે.
Panchmahal News: પંચમહાલમાં કલોલ તાલુકાના વેજલપુરમાં વૃદ્ધાને બંધક બનાવી હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની આશંકા છે. 75 વર્ષીય મીનાક્ષી મોદી નામના મહિલાની પાછળનાં ભાગે હાથ બાંધેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી છે. હાલ વેજલપુર પોલીસ બનવા સથળે પહોચી તપાસ હાથ ઘરી છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં એક બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો. ડ્રાઇવરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઇ ગયું. જ્યારે બસે કાબૂ ગુમાવતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતક ડ્રાઈવરની ઓળખ હરદેવ પાલ સિંહ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરદેવ રાબેતા મુજબ દમોહનાકાથી બરેલા રૂટ પર મેટ્રો બસ ચલાવી રહ્યા હતા. દામોહનાકા પાસે સવારે 11 વાગ્યાની આસપાસ બસના હરદેવને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બસ બેકાબૂ બની હતી. તે દરમિયાન બસે કારને ટક્કર મારતાં કારની આગળ બાઇક પર સવાર યુવક અથડાઇ ગયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. બસે એક ઈ-રિક્ષાને પણ કચડી નાંખી હતી. કોઈક રીતે બસ રોકાઈ ગઈ. આ દરમિયાન દમોહનાકા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસની સવારી પણ ખોરવાઈ ગઈ. લોકોએ જોયું કે મેટ્રો બસનો ડ્રાઈવર સીટ પર બેઠો હતો. નજીક જઈને લોકોએ જોયું કે બસ ડ્રાઈવર 50 વર્ષીય હરદેવ પાલ સિંહનો શ્વાસ બંધ થઈ ગયો હતો.
અકસ્માતમાં ત્રણ ઘાયલ
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં એક બાઇક સવાર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે મેટ્રો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જબલપુર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ સચિન વિશ્વકર્માએ જણાવ્યું કે બસ નંબર MP 20 PA 0764 ના ડ્રાઈવર હરદેવ પાલ સિંહના કાર્ડિયાક અરેસ્ટને કારણે આ અકસ્માત થયો હતો.
સુરતમાં ધુમ સ્ટાઇલમાં બાઈક ચલાવતો રોમિયો ઝડપાયો હતો. શહેરના અમરોલી વિસ્તારમાંથી નંબર વગરની હાયાબુસા બાઇક ચલાવતા રોમિયો ઝડપાયો હતો. જે બાદ પોલીસ કાર્યવાહી કરી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસે કાર્યવાહી કરી હતી. બાઇક ચાલક દ્વારા બાઈકના પેપર્સ પણ આપવામાં આવ્યા નહોતા અને પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યુ હતુ. જે બાદ અમરોલી પોલીસે સોહીલ પટેલની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.