Crime News: જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો
જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતી પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવતી હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી યુવક સાસણનો રહેવાસી છે. આરોપી સાસણથી કેશોદ આવી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને લગ્ન માટે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવતીને 18 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
Mahisagar: ફરવાના બહાને યુવતીને જંગલમાં લઇ ગયો યુવક, ગુજાર્યો બળાત્કાર
મહીસાગરમાં બાલાસિનોર શહેરમાં ફરવાના બહાને યુવતીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, મહીસાગરના બાલાસિનોરમાં યુવક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને ફરવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી અજય વાઘેલા નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.
IndiGo Flight: દુબઈથી લાવ્યા Duty Free શરાબ, ફ્લાટમાં જ બનાવ્યો પેગ, અડધી બોટલ ગટગટાવીને બોલવા લાગ્યો ગાળો અને પછી.....
IndiGo Dubai-Mumbai Flight: નશામાં ધુત મુસાફરો દ્વારા દુર્વ્યવહારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બુધવારે (22 માર્ચ) મુંબઈમાં બન્યો હતો. જ્યાં દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બે નશામાં ધૂત મુસાફરોએ કથિત રીતે હંગામો મચાવ્યો હતો. આ સાથે બંનેએ ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સહાર પોલીસના જણાવ્યા અનુસાર, એરલાઈન્સના સ્ટાફ તરફથી મળેલી ફરિયાદ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે નાલાસોપારાના જોન જી ડિસોઝા અને કોલ્હાપુરના દત્તાત્રેય બાપર્ડેકરે તેમની સાથે ડ્યૂટી ફ્રી દારૂ ખરીદ્યો હતો. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે, બંનેએ ફ્લાઈટમાં જ લગભગ અડધી બોટલ પૂરી કરી નાંખી હતી.
આ વર્ષે ફ્લાઇટમાં ગેરવર્તણૂકનો સાતમો કેસ
અહેવાલ મુજબ બંને મુસાફરો એક વર્ષથી દુબઈમાં રહેતા અને કામ કરતા હતા. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે તેણે લોકો સાથે ગેરવર્તન કર્યું. આ વર્ષે ફ્લાઈટમાં ગેરવર્તણૂકનો આ સાતમો કેસ છે. પેશાબ કાંડ બાદ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સહાર પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની દુબઈ-મુંબઈ ફ્લાઈટથી આવતા બંને મુસાફરોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે આઈપીસીની કલમ 336 અને વિમાન સંબંધિત અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે