(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ‘સોરી પપ્પા મને માફ કરજો, તમને પૂછ્યા વગર આ પગલું ભરી રહી છે’, સુસાઈડ નોટ લખીને યુવતીએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Crime News: યુવતિએ સુસાઈડ નોટમાં લખ્યું ફોટાથી બ્લેકમેલ કરતો, ખરાબ મેસેજ કરતો, ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો.
Bhavnagar: ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી યુવતીએ આ જ ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શું છે મામલો
ગારીયાધારના ઠાસા ગામમાં રહેતા રવિનાબેન રામજીભાઈ કાનાણી (ઉંમર વર્ષ.27) એ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા ર લખેલી ચીઠી મળી આવી હતી, જેમાં ગામમાં રહેતો સચિન હરિભાઈ વોરા બ્લેકમેલ કરી અવારનવાર હેરાન કરતો હોય તેમ જ ફોનમાં મેસેજ કરતો હોય,આ શખ્સના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી ધરપકડ કરી હતી.
યુવતિએ શું લખ્યું છે સુસાઈટ નોટમાં
હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર ની. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જીભાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય.
સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.
લી.
રવિના રામજીભાઈ કાનાણી