Crime News: દારૂના નશામાં પતિ ફટકારતો હતો પત્નીને, છુટકારો મેળવવા પત્નીએ દારૂની બોટલમાં ઉંઘની ગોળીઓ નાંખીને.....
Delhi Crime News: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મૌર્ય એન્ક્લેવ વિસ્તારમાં, એક મહિલાએ પાયજામાની મદદથી તેના પતિનું ગળું દબાવીને હત્યા કરી. ઘટના બાદ સગીર પુત્રની મદદથી લાશને એક મોટી બોરીમાં પેક કરી હતી.
Delhi Crime News: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મૌર્ય એન્ક્લેવ વિસ્તારમાં, એક મહિલાએ પાયજામાની મદદથી તેના પતિનું ગળું દબાવીને હત્યા કરી. ઘટના બાદ સગીર પુત્રની મદદથી લાશને એક મોટી બોરીમાં પેક કરી હતી. લાશને સાયકલ પર નાખીને પીતમપુરાના પાર્કમાં નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ હત્યા કેસનું રહસ્ય સામે આવ્યું હતું. મૃતકની ઓળખ ભરતલાલ (32) તરીકે થઈ હતી. પોલીસે ભરતની પત્ની લક્ષ્મી દેવી (30)ની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન લક્ષ્મીએ ખુલાસો કર્યો કે તેનો પતિ દારૂ પીતો હતો અને તેને માર મારતો હતો. પરેશાન થઈને લક્ષ્મીએ તેના પતિની હત્યા કરવાનું નક્કી કર્યું. પતિની હત્યા કર્યા બાદ સગીર પુત્રની મદદથી લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.
શું છે મામલો
નોર્થ-વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે પીતમપુરાના જેપી બ્લોક સ્થિત મહિલા કોલોની પાર્કના ગેટ પર એક બોરીમાં લાશ મળી આવી હતી. બોરી લોખંડના તારથી બંધ હતી. જ્યારે બોરી ખોલવામાં આવી ત્યારે મૃતકના ગળા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બાદમાં તેની ઓળખ પીતમપુરાના રહેવાસી ભરતલાલ તરીકે થઈ હતી. ભરત તેની પત્ની અને બે બાળકો સાથે નિર્માણાધીન સાઈટ પર રહેતો હતો. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશના મહોબાનો વતની હતો.
પત્નીએ કરી ચોંકાવનારી કબૂલાત
પોલીસે ભરતલાલની પત્ની લક્ષ્મીની પૂછપરછ કરી તો તેણે વારંવાર પોતાનું નિવેદન બદલવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે પતિ શનિવારે સાંજે શાકભાજી લેવા ગયો હતો. ત્યાર બાદ પરત ફર્યા નથી. પોલીસને તેના પર શંકા ગઈ. જોરશોરથી પૂછપરછ કરતાં લક્ષ્મી ભાંગી પડી. તેણે પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. લક્ષ્મીએ જણાવ્યું કે તેના લગ્નને પંદર વર્ષ થયા છે. બે નાના બાળકો છે. લગ્ન પછી પતિ કંઈ કરતો નથી. લક્ષ્મી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે. લક્ષ્મી પાસેથી પૈસા લઈને ભરત દારૂ લાવતો હતો. બાદમાં દારૂ પીને માર મારતો હતો.
પતિના ત્રાસથી પરેશાન લક્ષ્મીએ તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. થોડા મહિના પહેલા લક્ષ્મી તેના ગામમાંથી ઊંઘની ગોળીઓ લાવી હતી. શનિવારે રાત્રે તેણે દારૂમાં 15 જેટલી ગાળો ભેળવી તેના પતિને પીવડાવ્યો હતો. પતિ બેહોશ થતાં જ તેણે પાયજામાની નાડી વડે તેનું ગળું દબાવી દીધું. બાદમાં સગીર પુત્રની મદદથી લાશને બોરીમાં નાંખી હતી. બાંધકામ સાઈટ પર હાજર લોખંડના તારથી બોરી બંધ હતી. બીજા દિવસે રવિવારે સવારે પુત્રની મદદથી લાશને સાયકલ પર ભરીને પીતમપુરા પાર્કના ગેટ પર નિકાલ કર્યો હતો. પોલીસે ગુના સમયે ભરતે પહેરેલ દારૂની બોટલ, નાડા અને કપડા મળી આવ્યા હતા.. પોલીસ લક્ષ્મીની પૂછપરછ કર્યા બાદ મામલાની તપાસ કરી રહી છે.