Delhi: શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક ઘરમાંથી મળ્યા છ મૃતદેહ, તમામ એક જ પરિવારના સભ્યો
દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
Delhi News: દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. જ્યારે તે સૂતા હતા, ત્યારે તેમને કાર્બન મોનોક્સાઇડની ગંધ આવી હતી. આ કાર્બન મોનોક્સાઇડ મચ્છર ભગાડનારી દવાને સળગાવાથી ઉત્પન્ન થયો હતો. ઉત્તર પૂર્વ જિલ્લાના ડીસીપીએ આ માહિતી આપી છે.
Delhi | Six people of a family were found dead in their house in the Shastri Park area after they inhaled carbon monoxide produced as a result of the overnight burning of mosquito repellant while they were sleeping: DCP North East district
— ANI (@ANI) March 31, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રાત્રે શાસ્ત્રી પાર્કમાં એક જ પરિવારના લોકો કોઇલ સળગાવીને સૂઇ ગયા હતા. ત્યારબાદ કોઇલના કારણે ઓશીકામાં આગ લાગી હતી. આગના કારણે બે લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 4 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે.
શું કાર્બન મોનોક્સાઇડને કારણે તમામનું મૃત્યુ થયું?
નોર્થ ઈસ્ટ દિલ્હીના ડીસીપીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે ગત રાત્રે એટલે કે 30 માર્ચની રાત્રે પીડિતાનો પરિવાર મચ્છરની કોઇલ સળગાવીને સૂઈ ગયો હતો. 31 માર્ચની સવારે બધા રૂમમાં મૃત મળી આવ્યા હતા. એવી આશંકા છે કે આખી રાત કોઇલમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા આ દુર્ઘટના બની હતી. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટી થઈ નથી.
Crime News: અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતાં યુવકે જીવ ખોયો, જાણો વિગત
Crime News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધમ હવસખોરે યુવતીને બચાવવા પડેલા યુવકની હત્યા કરી હતી. યુવકના ગુપ્તાંગ પર લાતો મારતા મોત થયું હતું. હત્યારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શું છે મામલો
કપરાડામાં ગુરુવારે મળસ્કે દુષ્કર્મ કરવા પહોંચેલા હવસખોર યુવકને જોઈ યુવતીએ બુમાબુમ કરતા ઘરમાલિક મહિલા જાગી ગઈ હતી. તેણે તેના પુત્રને બચાવવા મોકલતા હવસખોરે યુવાનના ગુપ્તાંગના ભાગે લાત મારતા મોત નીપજ્યું હતું.
યુવકે કેવી રીતે ગુમાવ્યો જીવ ?
કપરાડાના એક ફળિયામાં રહેતી યુવતી અસ્થિર મગજની યુવતી ઘરે હતી. ગુરુવારે ઘરના સભ્યો જમી-પરવારીના સૂઈ ગયા હતા ત્યારે ફળિયામાં જ રહેતો વાસનાલોલૂયપ આરોપી નવસુ જમસુ વઢાળી (ઉ.વ.55) અને ત્રણ સંતાનોના પિતાની દાનત બગડી હતી. વહેલી સવારે બે વાગે તેણે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે જાગી જતાં તેણે બૂમો પાડી હતી. મહિલાએ જાગીને લાઇટ ચાલુ કરીને જોતાં આરોપીએ યુવતીનું મોઢું દબાવી રાખ્યું હતું. જેથી તેણે પોતાના પુત્રને બુમો પાડી હતી. સ્થળ પર દોડી આવેલા મહિલાના પુત્ર અને આરોપી વચ્ચે ઝપાઝપી થતાં આપી નીચે પડી ગયો હતો. યુવાને આરોપીનો એક પગ પકડી લીધો હતો, તે સમયે નીચે પડેલા આરોપીઓ યુવાનના ગુપ્તાંગના ભાગે જોરથી ઉપરાછાપરી લાતો મારતાં નીચે ઢળી પડ્યો હતો અને બેભાઈન થઈ ગયો હતો બાદમાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલી કપરાડા પોલીસે મૃતદેનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી