શોધખોળ કરો

Drugs seized: પાકિસ્તાનનું નાપાક કાવતરૂં નિષ્ફળ, 12 હજાર કરોડના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ

જામનગર: જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝ઼ડપી પાડ્યું છે.

જામનગર: જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝ઼ડપી પાડ્યું છે.
અરબ સાગરમાંથી  12000 કરોડનું 2500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે,​​​​​​ આ સાથે મેથેમ્ફેટામાઇનના 135 પેકેટ સાથે પાકિસ્તાની નાગરિકની ધરપકડ પણ કરવામા આવી છે.

પાકિસ્તાન-ઈરાનથી મોકલાવાયો હતો જથ્થો
જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 12 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 2,500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કેરળના કોચી નજીક અરબ મહાસાગરમાં હાથ ધરાયેલા ઓપરેશન બાદ મેથેમ્ફેટામાઇનના 135 પેકેટ સાથે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થો ગુજરાત સુધી પણ મોકલવામાં આવી રહ્યો હોવાની આશંકાએ તપાસ શરૂ કરી  છે. આટલી મોટી કિંમતનું ડ્રગ્સ રાજ્યના ઇતિહાસમાં પહેલાં ક્યારેય પકડાયું નથી. આ સાથે એક શંકાસ્પદ પાકિસ્તાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાછળથી રૂ. 214 કરોડનું હેરોઈન જપ્ત કરાયા પછી બીજા જ દિવસે ભારતીય નૌકાદળે ગુપ્તચર માહિતીના આધારે કેરળ પાસેના અરબી સમુદ્રમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઓપરેશનમાં ઈરાનથી આવી રહેલા 2,500 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ જથ્થો ગુજરાતમાં ઉતરવાનો હતો કે કેમ ? અને ગુજરાત આવી રહ્યો હતો તો કયા પોર્ટ પર ઉતારવાનો હતો તેની તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે એક પાકિસ્તાનીની નાગરિકની  પણ ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, આ સફળ ઓપકેશનને ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ નામ અપાયું છે.જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને એનસીબીએ કેરળ પહોંચી નજીકના અરબી સમુદ્રમાં શનિવારે હાથ ધરેલા આ ઓપરેશનને ‘સમુદ્રગુપ્ત’ નામ આપવામાં આવ્યું હતું. શનિવારે સાંજે ઓપરેશન સમુદ્રગુપ્તની સફળતા બાદ ભારતીય નૌકાદળ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.

Russia Attack Ukraine Arm Depo: રશિયાએ યુક્રેનના આર્મ્સ ડેપોને ઉડાવ્યો, 500 મિલિયનનો દારૂગોળો બરબાદ..

Russia Attack Ukraine Arm Depo: રશિયાએ યુક્રેનના આર્મ ડેપો પર હુમલો કર્યો. રશિયાના હુમલાને કારણે યુક્રેનનો આશરે 50 કરોડનો દારૂગોળો વેડફાયો હતો. આ પછી ધુમાડાનો એક બલૂન જોવા મળ્યો. આ હુમલો રશિયાએ યુક્રેનના ખ્મેલનિત્સ્કીમાં આવેલા આર્મ ડેપો પર હુમલો કર્યો હતો. આ ડેપો પર રશિયાએ બે વાર હુમલો કર્યો હતો.

તાજેતરના સમયમાં અનેક મોટા હુમલાઓ બાદ રશિયાએ આ હુમલો કર્યો છે. આ પહેલા યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાના ઈરાદે ડ્રોન હુમલો કર્યો હતો.  જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ સમયની સાથે ખતરનાક બની રહ્યું છે.

હથિયારોના ડેપો પર હુમલાનો વીડિયો

રશિયાના આર્મ્સ ડેપો પર હુમલો કરતો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલા બાદ ઘટનાસ્થળથી દૂર દૂરથી કાળા ધુમાડાના ફુગ્ગા દેખાઈ રહ્યા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.

આ હુમલાને કારણે યુક્રેનને પણ ઘણું નુકસાન થયું છે. બીજી તરફ એક દિવસ પહેલા એટલે કે 13 મેના રોજ યુક્રેને રશિયાના બે ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. ઉત્તરપૂર્વીય યુક્રેનને અડીને આવેલા બ્રાયન્સ્ક પ્રદેશમાં રશિયન ફાઇટર જેટ અને હેલિકોપ્ટર બંને ઉડાન ભરી રહ્યા હતા.

રશિયાએ હુમલામાં વધારો કર્યો 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન બંને દેશોની સેનાના લાખો સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બખ્મુત પ્રદેશને કબજે કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બખ્મુત યુક્રેન માટે રાજકીય રીતે ખૂબ જ ખાસ છે, તેથી રશિયન સેનાનું માનવું છે કે જો તેઓ બખ્મુતને કબજે કરશે તો તેઓ યુદ્ધમાં તેમની પકડ મજબૂત કરશે.

Pakistan Army Business : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મુક્ત કરવામાં આવ્યા છે. પહેલા સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતે અને તેમની મુક્તિનો આદેશ આપ્યો. ત્યાર બાદ શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ઈમરાનને બે અઠવાડિયા માટે જામીન મળી ગયા હતાં. કહેવું ખૂબ જ સરળ લાગે છે, પરંતુ આ ચાર દિવસના ઘટનાક્રમના કારણે પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. એવો જ્વાળામુખી ફાટ્યો છે જેમાં સરકારથી લઈને સેના સુધીના મૂળિયા હલી ગયા છે. ઈમરાનના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સેનાના અધિકારીઓના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઈમરાન ખાન સતત સેના પર પ્રહારો કરી રહ્યા છે. તે આરોપ લગાવી રહ્યા છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સેના તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કાવતરું કરી રહી છે.

પાકિસ્તાનની સેના હંમેશા શાસકને પોતાના ખોળામાં બેસાડીને તેની મરજી મુજબ સરકાર ચલાવવાનો પ્રયત્ન કરે છે. આમ થવા પાછળનું કારણ  છે વર્ષે અબજો કરોડોનો ખેલ. પાકિસ્તાની સૈન્ય મોટો બિઝનેસ ચલાવે છે, જેના પર માત્ર તેનો જ અધિકાર છે. કોઈ તાકાત તેને સ્પર્શી સુદ્ધા નથી શકતી. પાકિસ્તાનની રચના 14 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. 75 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. શરૂઆતથી તે તેના દેશમાં 50થી વધુ મોટા વ્યવસાયો દ્વારા પૈસા કમાઈ રહી છે. આ દુનિયાની એકમાત્ર સેના છે, જે બિઝનેસ કરીને પોતાના ઓફિસરોના ઘર ભરે છે.

પાકિસ્તાની સેનાનું 8 શહેરો પર નિયંત્રણ 

પાકિસ્તાનની સેના શાહીન ફાઉન્ડેશન, આર્મી વેલફેર ટ્રસ્ટ, મિલિટરી ફાઉન્ડેશન અને બહરિયા ફાઉન્ડેશન હેઠળ તેના સામ્રાજ્યને વિસ્તારવા માટે વ્યવસાય કરે છે. કહેવામાં આવે છે કે, સેનાનો 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દેશની તમામ સૈન્ય પાંખો માટે ટ્રસ્ટ બનાવ્યા છે. તેમાં મિલિટરી ફાઉન્ડેશન, આર્મી વેલ્ફેર ટ્રસ્ટ અને શાહીન ફાઉન્ડેશન નિવૃત્ત સશસ્ત્ર દળોના કલ્યાણ માટે છે. આ ઉપરાંત નિવૃત્ત નૌકા અધિકારીઓ માટે બહરિયા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. વ્યવસાયમાંથી જે પણ કમાણી થાય છે તે તમામ શેરધારકોમાં વહેંચવામાં આવે છે.

પાકિસ્તાની સેનાનું 8 શહેરોમાં સારું એવું નિયંત્રણ છે. તેની પોતાની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી છે. જેમાં ઈસ્લામાબાદ, મુલતાન, ગુજરાંવાલા, બહાવલપુર, રાવલપિંડી, કરાચી, લાહોર, પેશાવર અને ક્વેટાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સેના કેન્ટ વિસ્તારમાં તેમજ પોશ વિસ્તારોમાં જમીન ફાળવે છે. તેમની પાસે 2 લાખ કરોડથી વધુની સંપત્તિ છે. આ જ કારણ છે કે, જ્યારે ઈમરાન સત્તામાં હતા ત્યારે 6 સૈન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમની સામે તપાસ ચાલી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget