સુરેન્દ્રનગરના નારીયેળી ગામમાં તિક્ષ્ણ હથિયારોના ઘા મારી વૃદ્ધની હત્યા
નારીયેળી ગામે યુવતીને લઈ બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નારીયેળી ગામે વૃદ્ધની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. નારીયેળી ગામે યુવતીને લઈ બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં ગઈકાલે બબાલ થઈ હતી.
અથડામણમાં વૃદ્ધની હત્યા નીપજાવવામાં આવી હતી. જો કે પોલીસ બંદોબસ્ત હોવા છતા આધેડની હત્યાનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો ઉઠી રહ્યા છે. જો કે હાલ તો ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
Crime News: સુરતમાં સગા કાકાએ 24 વર્ષના ભત્રીજાને છરી ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
Crime News: સુરતના ઉધના વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધનામાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. જો તે, ચોંકવનારી વાત એ છે કે, સગા કાકાએ ભત્રીજાના હત્યા કરી છે. ચપ્પુ ઘા ઝીંકી યુવકની હત્યા કરી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
યુવકે ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર આપી ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટી
બેંગલુરુમાં પોલીસે શનિવારે (15 એપ્રિલ) એક વ્યક્તિની તેની ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની આશંકાથી આ હત્યા કરી હતી. આ ઘટના છોકરીના જન્મદિવસની ઉજવણીના થોડા કલાકો બાદ બની હતી. આ ઘટના શુક્રવારે (14 એપ્રિલ) બેંગલુરુના લગ્ગેરે વિસ્તારમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રશાંતે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ નવ્યા સાથે આખો દિવસ બર્થડે પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મંગળવારે નવ્યાનો જન્મદિવસ હતો, પરંતુ પ્રશાંત તે દિવસે વ્યસ્ત હતો અને તેથી તેણે તેની ભરપાઈ કરવા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
પ્રેમિકા પર હતો શક
પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે પ્રશાંતને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર છે અને તે તેને સતત મેસેજ કરી રહી હતી, જેનાથી તે ગુસ્સે અને દુઃખી થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે નવ્યાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ આરોપીએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી