Elvish Yadav News: એલ્વિશ યાદવને કોર્ટથી મળ્યાં જામીન પરંતુ શું જેલથી મુક્તિ મળશે?
Elvish Yadav Case: સાંપોના ઝેરની દાણચોરીના કેસમાં જેલમાં બંધ બિગ બોસ OTT 2ના વિજેતા અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. કોર્ટે એલ્વિશ યાદવને જામીન આપી દીધા છે.
Elvish Yadav News Today: બિગ બોસ OTT 2 ના વિજેતા અને પ્રખ્યાત YouTuber એલ્વિશ યાદવને રેવ પાર્ટીઓમાં સાપના ઝેરની તસ્કરીના મામલામાં મોટી રાહત મળી છે. NDPSની નીચલી કોર્ટમાં સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં તેમની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે એલ્વિશ યાદવને 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે.
એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠીએ કહ્યું કે, નોઈડા કોર્ટે યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન આપી દીધા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠી કહે છે, "કોર્ટે તેમને (એલ્વિશ યાદવ)ને 50,000 રૂપિયાની બે જામીન પર જામીન આપ્યા છે. તેમના વકીલે કહ્યું કે જો અમારી કાર્યવાહી હવે પૂરી થઈ જશે,. ત્યારબાદ રીલીઝ ઓર્ડર આવશે.
#WATCH | Noida: YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav's lawyer Prashant Rathi says, "The court has granted bail to him (Elvish Yadav) on two sureties of Rs 50,000 each..." pic.twitter.com/ffNromLhj5
— ANI (@ANI) March 22, 2024
શું છે મામલો ?
એલ્વિશ યાદવ પર દિલ્લી અને એસીઆરમાં પાર્ટીઓ અને મનોરંજન માટે સાંપના ઝેરને સપ્લાય કરવાનો આરોપ છે. એક પશુ કલ્યાણ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલામાં પહેલા પણ પૂછપરછ કરી હતી અને કેસની તપાસ ચાલી રહી છે. આ કેસમાં અનેક શખ્સોની પૂછપરછ અને ઘરપકડ પણ થઇ ચૂકી છે. આ આરોપીઓએ જણાવ્યું હતું કે, એલ્વિશ યાદવ બદરપુરથી સાંપને લાવતા હતા.
તો બીજી તરફ આરોપી રાહુલે પોલીસને જણાવ્યું કે, એલ્વિશ રેવ પાર્ટીમઓમાં સાપ અને ઝેરનો પ્રબંધ કરતો હતો. જેની ડિમાન્ડ રહેતી હતી તે મુજબ તે મુજબ મદારી અને અન્ય ચીજો સાથે ટ્રેનર વગેરે પુરુ પાડવામાં આવતું હતું. એલ્વિશ સાપ ઝેર મદારી વગેરે નજીકના ગામ બદરપુરથી લાવતો હતો. બદરપુરને સેપેરાનો ગઢ માનવામાં આવે છે. આ સાથે આ આ કેસમાં હરિયાણવી સિંગર ફાજિલપુરિયાનું નામ પણ સામે આવ્યું છે.
આ કેસમાં, આરોપી રાહુલના ઘરેથી એક લાલ ડાયરી મળી આવી હતી જેમાં મદારીના નંબર, બુકિંગ અને પાર્ટીમાં હાજર રહેલા લોકોના નામની વિગતો નોંધવામાં આવી હતી. એલ્વિશ અને ફાજલપુરિયા વચ્ચેની મુલાકાતની વિગતો પણ ડાયરીમાં નોંધવામાં આવી હતી. ડાયરીમાં એલ્વિશની નોઈડામાં ફિલ્મ સિટી અને છતરપુરમાં ફાર્મ હાઉસ પાર્ટીનો ઉલ્લેખ પણ હતો. આ ડાયરીમાં બોલિવૂડ અને યુટ્યુબ માટે રેવ પાર્ટીમાં મોકલવામાં આવેલા સાપ, ઝેર, સાપના ચાર્મર્સ, ટ્રેનર્સનો ઉલ્લેખ હતો, જેના દરેક પેજ પર પાર્ટીનો દિવસ, આયોજકનું નામ, સ્થળ, સમય અને ચુકવણીની વિગતો લખેલી હતી
એલ્વિશની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી
સાપના ઝેરના સપ્લાયના કેસમાં એલ્વિશ યાદવને કોર્ટમાંથી જામીન મળી ગયા હોવા છતાં તેની પરેશાનીઓ હજુ ઓછી થઈ નથી. યુટ્યુબર એલ્વિશ યાદવને સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન સાથે સંબંધિત હુમલાના કેસમાં આવતા અઠવાડિયે 27 માર્ચે ગુરુગ્રામ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુરુગ્રામ સેક્ટર-53 પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પોલીસે બુધવારે કોર્ટમાં આ કેસમાં એલ્વિશ માટે પ્રોડક્શન વોરંટની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. એલ્વિશ યાદવ સાગર ઠાકુરને જમીન પર પછાડતો અને તેને માર મારતો જોવા મળ્યો હતો.