ઘરનો દરવાજો ખોલતાં જ બાળકીઓ અંદરનું દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ, માતાની પાસે ત્રણ વર્ષનો ભાઈ......
પરિવારજનોના કહેવા મુજબ, દિલશાદ ડ્યૂટી પર ગયા બાદ બાળકો પણ સ્કૂલે જતા હતા. સવારે આઠ વાગ્યાથી દોઢ વાગ્યાથી મુનિયા ગેટ બંધ રાખતો હતી.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વિહાર કોલોનીમાં શનિવારે બપોરે બદમાશોએ એક ઘરમાં ઘૂસીને મહિલાને બંધક બનાવી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ લૂંટફાટ કરીને ગેટ બંધ કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત 70 હજાર રોકડા અને સવા લાખના ઘરેણા લઇ પરાર થઈ ગયા હતા.
જાણકારી મુજબ બાગપતના દોલતપુર નિવાસી દિલશાદ પત્ની તથા ત્રણ સંતાનો સાથે રહે છે. શનિવારે સવારે દિલશાદ કામ પર ગયો હતો. તેની 13 અને 10 વર્ષીય પુત્રી ટ્યુશન બાદ બપોરે દોઢ વાગે ઘરે પહોંચી ત્યારે મુખ્ય દરવાજો બંધ હતો. બાળકીઓ ઘરનો દરવાજો ખોલીને અંદર ગઈ ત્યારે દ્રશ્ય જોઈને હેબતાઈ ગઈ હતી. તેની માતા સોફા પર મૃત પડી હતી, તેના હાથ પગ કપડાંથી બાંધેલા હતા. ત્રણ વર્ષનો પુત્ર તેમની પાસે ઉભો ઉભો રડતો હતો. પડોશીએ પોલીસને આ અંગે જાણ કરતાં આવીને તપાસ શરૂ કરી હતી.
અજાણ્યા લોકો આવે તો મહિલા દરવાજો નહોતી ખોલતી
પરિવારજનોના કહેવા મુજબ, દિલશાદ ડ્યૂટી પર ગયા બાદ બાળકો પણ સ્કૂલે જતા હતા. સવારે આઠ વાગ્યાથી દોઢ વાગ્યાથી મુનિયા ગેટ બંધ રાખતો હતી. તે મકાનમાં ઉપરના માળે રહેતો હતો, નીચેના માળે તે સાફ સફાઇ માટે આવતી હતી. તે કોઇ પણ અજાણ્યા લોકો આવે તો દરવાજો ખોલતી નહોતી. તેથી કોઈ જાણીતાએ જ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા છે.
ઘરમાંથી આવતો હતો મ્યુઝિકનો અવાજ
પડોશીઓના કહેવા મુજબ, શનિવારે બપોરે 12.30 સુધી ઘરની અંદરથી ગીતોનો મોટેથી અવાજ આવતો હતો. 10 મિનિટમાં જ ગીતોનો અવાજ બંધ થઈ ગયો હતો. બદમાશોએ અવાજ બહાર ન જાય તે માટે ગીતોનો અવાજ વધારે રાખ્યો હોવાની આશંકા છે.
પોલીસે શું કહ્યું
પોલીસના કહેવા મુજબ, મહિલાના ગળા પર નિશાન મળ્યા છે. મહિલાનું કપડાંથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પુત્રીના કહેવા મુજબ, તેની માતા નીચેના રૂમમાં કોઈ કપડા રાખતી નહોતી. આ સ્થિતિમાં આરોપી હત્યા કરવા માટે બહારથી કોઈ હથિયાર લાવ્યા હોવાની શક્યતા નહીંવત છે. મહિલાની હત્યા કરવા માટે આરોપી ઉપરના રૂમમાંથી કપડું લાવ્યો હતો અને બાદમાં હત્યા કરી હતી.