શોધખોળ કરો

Gir Somnath : કોડીનારમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ, બાળકીના પરિવારે ફાંસીની સજાની માંગ કરી

Gir Somnath News : જંત્રાખાડી ગામે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજરી અને બાદમાં બાળકીની હત્યા કરનાર આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવી હતી.

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખાડી ગામે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજરી અને બાદમાં બાળકીની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ મૃત બાળકીના મૃતદેહને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ  થયા બાદ માદરે વતન લવાયો હતો. બાળકીના પરિવાર અને ગ્રામજનોમાં એટલો આક્રોશ હતો કે બાળકીનો મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા. જો કે બાદમાં જંત્રાખડી ગામ ખાતે બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી. 

આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવી 
જંત્રાખાડી ગામે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજરી અને બાદમાં બાળકીની હત્યા કરનાર આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવી હતી. આરોપીના ઘરમાંથી બાળકીનું લોહી, ઉલ્ટી, મળ અને ગુનામાં વપરાયેલ વોરી સહીતના મહત્વના પુરાવા મળી આવ્યાં હતા. પોલીસે FSL અને  ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.   માનવતાની હદ વટાવી બાળકીને પીખનાર આ હવસખોર આરોપીએ ફોનમાં સેક્સના વિડિઓ જોઈ વિકૃતતાની હદ વટાવી હોવાનું ચર્ચાઈ  રહ્યું છે. 

આખું ગામ હીબકે ચડ્યું, આરોપીને ફાંસી આપવાની માંગ 
9 વર્ષની માસુમ બાળકીને પીંખી નાખી અને હત્યા કરવાની ઘટનામાં સમગ્ર જંત્રાખડી ગામમાં આક્રોશ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીના પરિવારની સ્થિતિ જોઈ આખું ગામ હીબકે ચડ્યું હતું. ગ્રામજનોએ પોલીસ સમક્ષ માંગ કરી હતી કે આ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાના આવે તો જ આવા ગુનાઓ અટકશે. બાળકીના પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી આ આરોપીને ફાંસીની સજા થાય તેની માંગ કરી છે.  

ગઈકાલે મળી આવ્યો હતો બાળકીનો મૃતદેહ 
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે ગઈકાલે 12 જૂનના રોજ 9  વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીમ વિસ્તાર જેવા અવાવરું વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ બાળકીના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Embed widget