શોધખોળ કરો

Gir Somnath : તાલાલામાં બાળકીની હત્યા મામલે થયો મોટો ધડાકો, પિતા-મોટા બાપુજીએ ઉતારી મોતને ઘાટ, 2 કલાક આગ પાસે ઊભી રાખી

ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી.

ગીર સોમનાથઃ ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક વિધિ કરી. ધૈર્યા પર અમનુષી અત્યાચારની હચમચાવી હકીકતો સામે આવી છે. ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી. શેરડીના વાડીમાં લાકડી અને વાયર વડે મારી હતી. બાદમાં માથાના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે બાંધી દીધી હતી. સતત સાત દિવસ અત્યાચાર ગુજાર્યો હતો. ધૈર્યા ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતા હતા. 01 /10 થી 07/10 સુધી ચાલ્યો ઘટનાક્રમ.

આખરે તા 07 ના ધૈર્યાનું મોત થયાનું માલુમ પડતા રાતોરાત અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. ધૈર્યાની માતા કપિલાબેન સમગ્ર ઘટનાથી અજાણ હતી. ધૈર્યાની માતાને પણ અગ્નિ સંસ્કાર બાદ જાણ કરાઈ. ધૈર્યાને કોઈ ચેપી રોગ હોવાથી મોત થયાનું કુટુંબમાં જણાવ્યું. ધૈર્યાના નાના એટલે હત્યારા ભાવેશ અકબરીના સસરાએ નોંધાવી ફરિયાદ. પોલીસે ભાવેશ અને તેના મોટા ભાઈ દિલીપ વિરુદ્ધ નોંધ્યો ગુન્હો.

Gujarat Crime : અરવલ્લીમાં કૂવામાંથી સગીરા-યુવકની લાશ મળતા ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
અરવલ્લીઃ ભિલોડાના વાંકાનેર ગામે કુવામાંથી બે મૃતદેહો મળતા ખળભળાટ મચી ગયો છે. ભિલોડા પોલીસે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા ફાયર વિભાગે બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોમાં એક કિશોરી અને યુવક હોવાનું જણાયું છે. 

બંને મૃતદેહોમાં સગીરા ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભિલોડા પોલીસ દ્વારા મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરાઈ છે. બંને મૃતદેહોને પીએમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. 

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી અત્યાર સુધી ૧૧૮૯ બસોને મંજૂરી 

ગાંધીનગર: શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે.  મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. ૧ર૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. 
રાજકોટ મહાનગરમાં પ૦ ઇલેક્ટ્રીક બસોનું સંચાલન થશે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં ૩ર CNG બસોનું સંચાલન અને ભૂજ નગરપાલિકામાં રર CNG બસોનું સંચાલન થશે. 

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી અત્યાર સુધી ૧૧૮૯ બસોને મંજૂરી અપાઇ છે. આઠ મહાનગરો અને ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને પ૦ ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે ૧૦ વર્ષ માટે કુલ મળીને રૂ. ૯૧ કરોડ રપ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે ૭ વર્ષ માટે કુલ ર૦ કરોડ ૪૪ લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  એટલું જ નહિ, કચ્છની ભૂજ નગરપાલિકાને પણ રર સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે  કુલ રૂ. ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

રાજ્યના ૮ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની ૮ મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી ૧૧૮૯ બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
 
તદઅનુસાર, અમદાવાદ-૬રપ, વડોદરા-પ૦, સુરત-૪૦૦, જુનાગઢ-રપ અને જામનગર-૧૦ એમ ૧૧૧૦ બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ પૈકી ૮ નગરપાલિકાઓમાં ૭૯ બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM મારફતે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે સંબંધિત મહાનગર-નગરમાં બસ સેવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ PPP ધોરણે બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget