Hyderabad Gang Rape Case: હૈદરાબાદમાં સામુહિક દુષ્કર્મ કેસમાં તમામ આરોપી ઝડપાયા, ત્રણ સગીર, પોલિટિકલ કનેકશન પણ આવ્યું સામે
Hyderabad Crime News: હૈદરાબાદના જુબિલીહિલ્સ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં સગીરાપર ગેંગરેપના મામલે પોલીસે ગઈ કાલે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Hyderabad Mercedes Gang Rape: હૈદરાહબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં 28 મેએ સગીરાની સાથે કથિત રીતે સામુહિક દુષ્કર્મના આરોપમાં 5 સગીરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં સગીરાના પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે છોકરીને કેટલાક છોકરાઓ કારમાં બેસાડીને લઇ ગયા. બળાત્કારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજમાં પીડિતાને આરોપીઓની સાથે એક પબમાં જોવામાં આવી છે. છોકરાઓએ તેને ઘરે છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આરોપીઓનું પોલિટિકલ કનેકશન
આ ઉપરાંત આ ગેંગરેપ કેસમાં રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે એક આરોપી ધારાસભ્યનો પુત્ર છે. બાકીના આરોપીઓ પણ હાઈપ્રોફાઈલ હોવાનું કહેવાય છે. હૈદરાબાદના જુબિલીહિલ્સ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં સગીરાપર ગેંગરેપના મામલે પોલીસે ગઈ કાલે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગરેપ કેસને લઈને હવે ભાજપ રાજ્ય સરકાર પર પ્રહાર કરી રહી છે. વિપક્ષ સરકાર પર તેની રાજકીય સ્થિતિને કારણે કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
હૈદરાબાદના પબમાં ગયેલી સગીર છોકરીને ત્યાં કેટલાક છોકરાઓ મળ્યા હતા. જ્યાં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ તેઓ મિત્રો બની ગયા હતા અને યુવતીને કોઈ બહાને કારમાં બેસાડી લઈ ગયા હતા. જ્યાં યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, યુવતી મિત્ર સાથે પોશ વિસ્તારના પબમાં ગઈ હતી જ્યાં તે સગીર છોકરાઓના જૂથને મળી હતી. છોકરીઓની મિત્ર પબ પર રોકાઈ ગઈ હતી જ્યારે તે છોકરાઓ સાથે કારમાં ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, જ્યારે યુવતી ઘરે પહોંચી ત્યારે તેણે જ્યારે તેના ગળા પર સ્ક્રેચના નિશાન જોયા તો માતા-પિતાએ તેને સવાલ પૂછ્યો અને તેણે તેને જણાવ્યું કે કારમાં તેની સાથે શું થયું. આ ઘટના 28 મેના રોજ બની હતી અને યુવતીના પિતાએ 31 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
ભાજપના નેતાઓનું વિરોધ પ્રદર્શન
જુબલી હિલ્સ દુષ્કર્મ કેસને લઇને હૈદરાબાદના જુલલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેલંગાણા BJPના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ પ્રૉટેસ્ટ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર પાસે દુષ્કર્મ મામલામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે, આ કેસમાં સામેલ કોઇપણ શખ્સને ના છોડે, ભલે પછી તે કોઇ પણ હોય. વળી વેસ્ટ ઝૉનના ડીસીપી અનુસાર, ધારાસભ્યના દીકરા પર મીડિયામાં ખુબ આરોપ લાગ્યા. પીડિતના નિવેદન પ્રમાણએ, સીડીઆર વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજ અનુસાર, તે 5માંથી ન હતો. અમે હજુ પણ વધુ સબૂતોની તપાસ કરી રહ્યાં છીએ.
હૈદરાબાદ દુષ્કર્મ મામલા પર ટીઆરએસ નેતા કે કવિતાએ કહ્યું કે, એક સગીરાની સાથે દુષ્કર્મની દુઃખદ અને શરમજનક ઘટના, અમે પરિવારની સાથે ઉભા છીએ. મને વિશ્વાસ છે કે તેલંગાણા પોલીસ આના મૂળ સુધી જશે, જ્યારે મહિલાની સુરક્ષાની વાત આવે છે તો અમારી પાસે ઝીરો ટૉલરેન્સને ટ્રેક રેકોર્ડ છે.
આરોપ છે કે, હુમલાખોરોએ સગીરા સાથે પાર્ક કરવામાં આવેલી મર્સિડીઝમાં મારામારી કરી, અને બાદમાં તેના પર વારાફથી એક એકે દુષ્કર્મ આચર્યુ હતુ. બાકીનાઓ ગાડીની બહાર ધ્યાન રાખી રહ્યાં હતા. જોકે, આ કેસમાં હજુ સુધી કોઇની પણ ધરપકડ નથી થઇ. બતાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં મોટાભાગના આરોપી 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ છે.