બનાસકાંઠામાં સગીરા એકલી હતી, આરોપીએ ખેતરમાં લઇ જઇ આચર્યું દુષ્કર્મ
બનાસકાંઠાના પાંથવાડાના આરખી ગામમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના બનતા ચકચાર મચી ગઇ
બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાંથવાડાના આરખી ગામમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર બનાસકાંઠાના પાંથવાડાના આરખી ગામમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બની છે. ઘટનાને પગલે આખા ગામમાં ચકચાર મચી ગઇ છે. ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતી વિધવા મહિલાની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ બાળકીને એકલતાનો લાભ લઈ ખેતરમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
દુષ્કર્મ આચરનાર આરોપી સુરેશ પટેલના ખેતરમાં વિધવા મહિલા ભાગિયા તરીકે કામ કરે છે. બાળકીની તબિયત લથડતા પાથવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પાંથવાડા પોલીસે આરોપી વિરુદ્ધ 376(3) પોસ્કો 4.6 એકટ્રોસિટી 3(2)5,3,(1)w(1) મુજબ ગુનો નોંધ્યો છે.
અન્ય એક ઘટનામાં પંચમહાલના ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એક વ્યક્તિએ સાત વર્ષીય બાળકીનું અપહરણ કર્યું છે. જોકે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી છે. પોલીસે પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અપહરણનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આટલું જ નહીં બાળકીને હેમખેમ પરિવારને સોંપી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.પોતાને સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે કહ્યું કે પકડાયેલો આરોપી વૃદ્ધોને ટાર્ગેટ કરી લૂંટ કરવાની ટેવ ધરાવતો હતો.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન