CRIME NEWS: ભાવનગરમાં સગા દીકરાએ કુહાડી ઘા ઝીંકી પિતાની હત્યા કરતા ચકચાર
CRIME NEWS: મહુવા તાલુકાના નીચા કોટડા ગામે પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે પુત્રએ આવેશમાં આવી કુહાડીના ઘા મારીને પિતાની હત્યા કરી નાખી છે.
CRIME NEWS: મહુવા તાલુકાના નીચા કોટડા ગામે નરાધમ પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે પુત્રએ આવેશમાં આવી કુહાડીના ઘા મારીને પિતાની હત્યા કરી નાખી છે. ઘનશ્યામ નામના પુત્રએ તેના જ પિતા દિનેશભાઈની કરપીણ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મૃતદેહને પી.એમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર હત્યાના બનાવને લઇ દાઠા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખુદ માતા એજ 7 વર્ષના માસૂમ બાળકને આપ્યાં ડામ
મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આરોપી સાવકી માતા વિરૂદ્ધ તેના પતિએ જ ફરિયાદ નોંધાવી છે.
બાળક ઘરમાં તોફાન કરતુ હોવાથી સાવકી માતાએ ગુસ્સામાં આવી બાળકને ચીપિયા વડે ડામ આપ્યો હતો. આરોપી મહિલા લુણાવાડા શહેરમાં મધવાસ દરવાજા વિસ્તારમાં બાળકો સાથે એકલી રહેતી હતી.બાળક શાળાએ જતા શિક્ષકોએ ડામ જોતા સમગ્ર વિગત આવી હતી બહાર આવી હતી. મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આરોપી પત્ની સામે પતિ એજ ફરિયાદ કરી છે.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા.
આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.
ભૂકંપ આવવાના સમયે અમે ગાઝિયાનટેપમાં જ હતા. ભૂકંપ આવતાની સાથે જ પેટ્રોલપમ્પ ઉપર ચાર કલાકની લાઈનો લાગી. ગેસની પાઈપમાં બ્લાસ્ટ થતા તુર્કીમાં ગેસનો પુરવઠો બંધ થયો. ભૂકંપ આવ્યા પહેલા ત્રણ દિવસ ભારે બરફવર્ષા થઈ હતી. ઇન્ડિયન એમ્બેસી સિવાય તુર્કી સરકારે પણ મદદ કરી. ભૂકંપ સમયે ફસાયેલા મહિલાએ પણ abp અસ્મિતા સાથે કરી વાતચીત. આ મહિલાએ કહ્યું કે, પરિવારના મહિલા તરીકે ખાવા પીવાની અને પોતાના પરિવારની ચિંતા સતાવતી રહી. એરપોર્ટ ઉપરથી નીકળતા સમયનું દ્રશ્ય ભયાવહ હતું. કોઈ સિક્યોરિટી નહિ, કોઈ ચેકીંગ નહિ, લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્ર સાર્થકે પણ પોતાના અનુભવ વર્ણવ્યા. મારી 25 વર્ષીય ઉંમરમાં આજ સુધી આવા દ્રશ્યો નથી જોયા. ભૂકંપના દ્રશ્યો હું આજીવન ભૂલી નહિ શકું. મારા મિત્રો સાથે વાતચીત બાદ તમામ લોકો પણ નિરાશાજનક માહોલમાં હતા.